Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ગંજીવાડાના આમદ ઠેબાએ ઘરના સ્વીચ બોર્ડ પાછળ બનાવેલા 'ચોરખાના'માંથી દારૂની ૫૬ બોટલ મળી

થોરાળા પોલીસે ગંજીવાડાના સુનિલને પીધેલો પકડ્યા બાદ બૂટલેગરનું પગેરૂ મળ્યું

રાજકોટ તા. ૧૨: થોરાળા પોલીસે એક શખ્સને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધા બાદ તેની પુછતાછ કરતાં ગંજીવાડાના એક બૂટલેગરનું પગેરૂ મળતાં તેના ઘરમાં દરોડો પાડી સ્વીચ બોર્ડ પાછળ બનાવાયેલા ચોરખાનામાંથી રૂ. ૨૫૪૦૦નો ૫૬ બોટલ દારૂ કબ્જે લીધો હતો.

પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પી.એસ.આઇ. આર. એમ. કોટવાલ, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, ઝહીરભાઇ ખફીફ, વિજય મેતા, વિજય મકવાણા, રોહિત કછોટ, મશરીભાઇ, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગંજીવાડા-૩૧માં રહેતો સુનિલ ઉર્ફ પંકજ લવજીભાઇ પરમાર (ઉ.૨૫) દારૂ પીધેલી હાલતમાં એકસેસ હંકારી નકિળતાં પકડી લેવાયો હતો. તેની પુછતાછમાં તેણે ગંજીવાડામાં જ રહેતાં આમદ હાસમભાઇ ઠેબાના ઘરેથી લાવ્યાનું કહેતાં પોલીસ ત્યાં ત્રાટકી હતી.

જો કે ઘરમાં તપાસ કરતાં ઘરમાં કંઇ મળ્યું નહોતું. બાદમાં જીણવટભરી તપાસ થતાં ઘરની દિવાલના સ્વીચ બોર્ડ પાછળ ચોરખાનુ મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી. તેમાંથી રૂ. ૨૫૪૦૦નો ૫૬ બોટલ દારૂ મળતાં કબ્જે લઇ આમદની ધરપકડ કરી હતી.

જ્યારે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન. બી. ડામોર, વી.એમ. જાડેજા, અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ આહિરે લક્ષ્મીનગર-૨માં રહેતાં સુનિલ નટુભાઇ સોલંકી (દલિત) (ઉ.૨૧)

દેશી દારૂ સાથે ત્રણ મહિલા સહિત ૮ પકડાયા

મોચી બજાર ખાડામાંથી કાનજી વજેસીંગ બરેડીયાને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે, અશોક ભીખુભાઇ ઝરીયાને રૂ. ૪૦ના, શાસ્ત્રી મેદાન પાસેથી મહેશ લક્ષમણભાઇ સોલંકીને રૂ. ૬૦ના, બેડીપરા શિવનગર પાસેથી ગગજી ગોવિંદભાઇ પરમારને રૂ. ૨૨૦ના, કુવાડવા વાંકાનેર ચોકડીએથી રજુબેન ઉર્ફ રમજુબેન દિનેશ જખાણીયાને રૂ. ૪૦ના, અશ્વિન બાબુભાઇ ચાવડાને રૂ. ૮૦ના, આંબેડકરનગર-૫માંથી પુર્વી અરજણભાઇ ડાંગરને રૂ. ૬૦ના, હનુમાન મઢી રંગ ઉપવનના ગેઇટ નજીકથી સોનલ રાધાભાઇ વાજેલીયાને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે પકડી લીધી હતી. (૧૪.૯)

(12:56 pm IST)