Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

૧પ૩ પુસ્તકોના લેખક ડો. ચંદ્રકાન્ત મહેતાને 'શ્રીમતી ગીતાદેવી કાબરા સારસ્વત' સન્માન

રાજકોટ, તા. ૧ર : ગુજરાતની જાણીતી હિન્દી સાહિત્યસેવી સંસ્થા 'સાહિત્યાલોક' દ્વારા ડો. ચંદ્રકાન્ત મહેતાને સર્જાનાત્મક સાહિત્ય અને સંશોધનકાર્ય તથા હિન્દી સાહિત્યની સતત સેવા બદલ વર્ષ ર૦૧૭નો 'શ્રીમતી ગીતાદેવી કાબરા સારસ્વત સન્માન' પ્રદાન કરવામાં આવ્યું છે. (મો. ૯૮ર૪૦ ૧પ૩૮૬).

હિન્દી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે સેવારત ડો. મહેતાના ગુજરાતી તથા હિન્દીમાં કવિતા, વાર્તાસંગ્રહ, નિબંધ, ચિંતન લેખો, બાળસાહિત્ય, જીવન ચરિત્રો તથા સમીક્ષા અને પત્રકારત્વના ૧પ૩ પુસ્તકો પ્રકાશિત થયા છે, તેમને ર૯ જેટલા સન્માન/પારિતોષિકો, જેમાં ભારત શિક્ષણ વિભાગનો નેશનલ એવોર્ડ, ગુજરાત સરકાર, સાહિત્ય અકાદમીનો ગૌરવ એવોર્ડ, વિશ્વ હિન્દી સમ્મેલન પ્રયાગ દ્વારા સાહિત વાચસ્પતિ એવોડ, ભારતી ભૂષણ એવોર્ડ, વિશિષ્ટ સાહિત્યકાર એવોર્ડ, સંસ્કાર એવોર્ડ નગરરત્ન એવોર્ડ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના વત્સલ ગુરૂ ડો. મહેતાના માર્ગદર્શનમાં માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં ૯ વિદ્યાર્થીઓને તથા હિન્દીમાં ૬ વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડીની પદવી એનાયત કરી છે.

ડો. મહેતાનું સમાજ સેવા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન છે. અમદાવાદ શહેર સમાજ શિક્ષણ સમિતિના મંત્રી તરીકે અઢી લાખ બહેનોને નિરક્ષરતામાંથી મુકત કરવામાં તથા એઇડ અવેરનેસ કાર્યક્રમ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષણોને લાભાન્વિત કરવામાં તેમનું પ્રદાન મહત્વનું છે. તાજેતરમાં સેંટ ઝેવીઅર્સ કોલેજ, અમદાવાદમાં આવેલી 'ગુર્જર વાણી' સંસ્થા દ્વારા ડો. મહેતના જીવન અને સાહિત્યક પ્રદાન વિશે 'સર્જકને સથવારે'નું વીડીયો રેકર્ડીંગ સાહિત્યકાર યોસેફ મેકવાન અને ફાધર રેમન્ડ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ડો. મહેતા છેલ્લા ૪૦ વર્ષોથી 'કેમ છો, દોસ્ત', 'એક જ દે ચિનગારી' (શશિન ઉપનામથી) અને ગુફતેગો કોલમ પ્રસુત કરી રહ્યા છે. (૮.૯)

(11:51 am IST)