Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પૂ.ઘનશ્યામપુરી બાપુને મહામંડલેશ્વર ૧૦૦૮નું પદ પ્રાપ્તઃ ભરવાડ સમાજમાં આનંદની હેલી

રાજકોટમાં પૂ.બાપુનું શાહી સન્માન કરાશેઃ તડામાર તૈયારી

રાજકોટઃ સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ઝાઝાવડાની જગ્યાના મહંત પૂ.ધર્મધુરંધર શ્રી ઘનશ્યામપુરી બાપુ ગુરૂ શિવપુરી બાપુને અલ્હાબાદ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમેળામાં મહામંડલેશ્વર ૧૦૦૮નું પદ પ્રાપ્ત થતા સમગ્ર સમાજમાં હરખની હેલી સન્માન કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાતમાંથી એકમાત્ર વિરલ વ્યકિતત્વ ધરાવતા સંત ભરવાડ સમાજના ધર્મગુરૂ ઘનશ્યામપુરીબાપુને મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયેલ છે. જે ભરવાડ સમાજ માટે ઐતિહાસીક અને ગૌરવરૂપ ઘટના છે. જુના અખાડાના સંતોએ શાહીઠાઠથી વૈદીક મંત્રોચ્ચાર સાથે આ પદવી એનાયત કરી હતી. ત્યારબાદ પ્રયાગરાજ ખાતે પૂ.ઘનશ્યામપુરી બાપુની શાહી સવારે નીકળી હતી.

ઘનશ્યામપુરી બાપુએ  બે વર્ષ પહેલા અમરેલી જીલ્લામાં કુદરતી આફત વખતે બેઘર બનેલા માલધારી સમાજના ૮૦૦થી વધુ પરિવારોને પગભર થવા માટે સમાજમાં ટહેલ નાખી હતી.

શાહી સન્માન માટે રાજુભાઈ જુંજા, ભીખાભાઈ પડસારીયા, ભરતભાઈ મકવાણા, રણજીતભાઈ મુંધવા, કરણભાઈ ગમારા, ગોપાલભાઈ ગોલતર, ગેલાભાઈ સભાડ, ગોપાલભાઈ સરસીયા, ધીરજભાઈ મુંધવા, રમેશભાઈ જુંજા, વિરલ ડાભી, રાજુભાઈ ઝાપડા, રાજુભાઈ ટોયટા, મેહુલભાઈ ઝાપડા, મુકેશભાઈ મુંધવા, જગદીશભાઈ સિંધવ, હેમંતભાઈ મુંધવા, નિલેશ સોરીયા, ધીરૂભાઈ પડસારીયા, હિરેનભાઈ ફાંગલીયા વિ.જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)