Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પી.ડી.એમ.કોલેજમાં ઇનામ વિતરણ

 પી.ડી.માલવિયા કોલેજ ઓફ કોમર્સ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા 'યુવાદિન' નિમિતે કોલેજના વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનૂં આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સૌ. યુનિ. કુલપતિ ડો. નિલાંબરીબેન દવેના હસ્તે, પી.ડી.એમ. રીડર્સ કલબની વેબસાઇટનું ઉદ્દઘાટન કરાયું હતું તેમજ યુનિવર્સિટી પરીક્ષાઓમાં ર૦૧૮ ના વર્ષમાં સેમી૧ થી ૬ માં કોલેજમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને રોકડ ઇનામો અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કર્યા હતાં. ઉપરાંત વાઇસ ચાન્સેલરના હસ્તે કોલેજનાં ડી. લીટની પદવી પ્રાપ્ત કરનાર ડો. આર.જે. યાદવનું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે એન.સી.સી.ના ર- ગુજરાત બટાલીયનના કર્નલ તુષાર જોષી તેમજ જામનગરના નેવીના લેફ.કમાન્ડર ચંદ્રેશ મિત્તલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ચેરમેન ઘનશ્યામભાઇ હેરભા ટ્રસ્ટીઓ રાજુભાઇ રાવલ, મયુરભાઇ ખીમાણીયા, લલિતભાઇ શાહ, મનોજભાઇ શાહ, લાભુભાઇ ખીમાણીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. આ તકેસંસ્થાના ર૦૦ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું. સંસ્થાનાં આચાર્ય ડો. કે.એમ.જાનીએ મહેમાનોનું સ્વાગત કરેલ. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. વિભાબેન ભટ્ટે સંસ્થાકીય વારસો અને પરંપરાઓની વાત રજુ કરેલ તેમજ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. અનિલભાઇ કિંગરે આભાર દર્શન કરેલ કાર્યક્રમનું સંચાલન ડો. પ્રદિપભાઇ જોબનપુત્રાએ કરેલ હતું.

(3:59 pm IST)
  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • અંજારમાં ગુજરાત પોલીસે કર્યું દિલધડક ઓપરેશન: ATM વાનના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી રૂ. 34 લાખની લૂંટ કરનાર હરિયાણાની ગેંગના બે સાગરિતોની કરી ધરપકડ : લૂંટારાઓ દ્વારા ફાયરીંગ કરવા છતાં પોલીસે જીવના જોખમે પાંચ કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડયા access_time 1:12 am IST

  • સિરક્રીકમાં પાકિસ્તાન નેવીની હિલચાલ વધી :ભારતીય નેવી પર બાજ નજર રાખવા માટે 8 નવા ઓબ્ઝર્વેશન પોસ્ટ :સિયાચીન બાદ સિરક્રીકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ :નિયંત્રણ રેખા હોવા છતાં સિરક્રીક બંને દેશો વચ્ચે સંવેદનશીલ બની access_time 1:00 am IST