Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ટાટા મોર્ટસના કોમર્શિયલ વ્હીકલ એસ ઝીપ ગોલ્ડનું લોન્ચીંગ

જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ અને પરફેકટર ઓટો દ્વારા : ઓછા ઇંધણ વપરાશ સાથે વધુ માઇલેજએ એસ ઝીપ ગોલ્ડની વિશેષતા

રાજકોટઃ ટાટા મોટર્સના ડીલર જીતેન્દ્ર ઓટોમોબાઈલ્સ, (કિશાન પેટ્રોલ પંપ, રાજકોટ-ગોંડલ હાઈવ)ે, રાજકોટ ૩એસ કોમર્શિયલ ડીલરશીપ તથા પરફેકટ ઓટો, (હોટલ ક્રિષ્ના પાર્ક પાસે, રાજકોટ-ગોંડલ હાઈવે) ખાતે ડીલરશીપ ધરાવે છે.  ટાટા મોટર્સ દ્વારા હાલમાં જ ઓછા ઈંચણ ખપત સાથે વધુ માઈલેજ આપતી નવી વ્હીકલ ટાટા એસ ઝીપ ગોલ્ડ પ્રસ્તુત કરેલ છે. હોટલ ક્રિષ્ના પાર્ક ખાતે પપ૦ થી પણ વધારે લોકોની હાજરીમાં ખ્યાતનામ ગ્રુપ દ્વારા ડાન્સ અને રંગારંગ કાર્યક્રમ દ્વારા એસ ગોલ્ડ ઝીપનું શાનદાર લોન્ચીંગ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.

આ લોન્ચીંગ સમારોહ પ્રસંગે ટાટા કંપનીનાં સ્ટેટ પ્રોડકટ મેનેજરશ્રી આશુતોષ મેરઠીયા, ટેરેટરી સેલ્સ મેનેજરશ્રી ચિરાગ ભટ્ટ, જીતેન્દ્ર ઓટોમોબાઈલ્સનાં વિર ખારા, ચિંતન ખારા, અદિત ખારા તેમજ પરફેકટ ઓટોનાં સુર્યકાંતભાઈ પટેલ અને કેવલભાઈ પટેલ હાજર રહયા હતા.  આ લોન્ચીંગ સમારોહમાં ચાર માનવંતા ગ્રાહકોને એસ ઝીપ ગોલ્ડની ધમાકેદાર અંદાજમાં ડીલીવરી આપવામાં આવેલ હતી. કંપનીનાં ઓફીસર દ્વારા આ વાહનની વિશેષતાઓમાં વિશેષ જણાવેલ કે આ વાહન ઓછા ઇંધણ વપરાશ સાથે વધારે માઈલેજ આપવા સક્ષમ અને નાની-સાંકડી શેરીઓમાં પણ ટુકો ટર્ન લઈ શકે તેવી ટેકનોલોજીથી બનાવવામાં આવેલ છે. આ વાહનની ખરીદી માટે ફાયનાન્સ થકી અનેક લાભદાયી ઓફર પણ રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:59 pm IST)