Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પૂ.શ્રી ઇન્દુબાઇ મ.સ.ની ૬૮મી તથા સ્વરકિન્નરી પૂ.શ્રી સોનલબાઇ મ.સ.ની ૩૮મી દિક્ષાજયંતિ પ્રસંગે રવિવારે અખંડ પુણ્યાશ્રાવકની શુધ્ધ સામાયિક

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચનસિધ્ધીકા

રાજકોટઃ તા.૧૨, ગૌ.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની ૬૮મી દિક્ષાજયંતિ તથા સ્વરકિન્નરી બા.બ્ર.પૂ.શ્રી સોનલબાઇ મહાસતીજીની ૩૮મી દિક્ષાજંયતિ પ્રસંગે નાલંદા તીર્થધામમાં બૃહદ રાજકોટ લેવલે તા.૧૭ને રવિવારે સવારે  ૯ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  અખંડ શુધ્ધ ત્રિરંગી સામાયિકનું આયોજન સમગ્ર રાજકોટના ભાઇઓ-બહેનો માટે કરવામાં આવેલ છે.

 જે સાધકોએ જોડાવવું હોય, તઓએ પોતાના સામાયિકના ઉપકચન સાથે લાવવાના રહેશે. મુહપની ફરજીયાત છે. આખા દિવસમાં ગમે ત્યારે પોતાની અનુકુળતા મુજબ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં તીર્થધામમાં ત્રિરંગી સામાયિક કરવાની છે. એમાં છેલ્લે ૩:૩૦ સુધી જ સામાયિક બાંધવાની રહેશે. એટલે ૬ વાગ્યા સુધી અખંડ શુધ્ધ ત્રિરંગી સામાયિકનું આયોજન સમગ્ર રાજકોટના ભાઇઓ-બહેનો માટે કરવામાં આવેલ છે. જે સાધકોએ જોડાવવુ હોય, મૃહપની ફરજીયાત છે. આખા દિવસમાં ગમે ત્યારે પોતાની તીર્થધામમાં ત્રિરંગી સામાયિક કરવાની છે. એમાં છેલ્લે ૩:૩૦ સુધી જ બાંધવાની રહેશે એટલે ૬ વાગ્યે ત્રણ સામાયિક થઇ જાય. નાલંદા તીર્થધામ સામાયિકના સમોસરણથી ઉભરાશે. પૂ. મોટા મહાસતીજીને કોઇપણ સાધક સામાયિકવૃત કરે તે વધારે પ્રિય હતુ.

નાલંદાની પાવનભુમિ જાણે મીની પાવાપુરી બની ગઇ છે. માટે ૧૭ને રવિવારે તીર્થધામ આખું સામાયિક બની જશે. ભગવાનતુલ્ય પૂ. મોટા મહાસતીજી નાલંદા તીર્થધામમાં હજરાહજુર જીવંત છે. માટે તેઓના દર્શન કરતાં દરેક સાધકને તેનો દિવ્ય અહેસાસ થાય છે.

પૂ. મોટા મહાસતીજી મહાન લબ્ધિધારી સાધ્વીરત્ના હતા. તેઓ રોજ ૧૧૦૦૦ ગાથાની સ્વાધ્યાય કરતા માટે તેમની અનુમોદના માટે સામાયિકવ્રત દરમિયાન અનુપૂર્વી જાપ, ૨૭ માળા, ૨૭ લોગસ્સનો કાઉસ્સગ ૨૭ વંદનાવલી ચાલુ જ રહેેશે. આ પ્રસંગે અનેક માનવસેવાની કાર્યો, જીવદયાના કાર્યો સેવાપર્વદાન પણ કરવામાં આવશે. મોટા સ્વામીની દિક્ષાજયંતિ નિમિતે  તથા અનુમોદના માટે તેમના તમામ ભકતો સામાયિક વ્રતમાં જોડાશે. સામાયિક વ્રત કરનાર સાધકનું બહુમાન પૂ. મોટા સ્વામીના પરમભકતો તરફથી કરવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી આદિનાથ ટ્રસ્ટી મંડળ, સોનલ સેવા મંડળ, જહેમત ઉઠાવી રહયા છે. આ આયોજનમાં નાલંદા સંઘના પદાધીકારીઓ તથા તમામ ગુરૂણીભકતો સામાયિકવ્રતમાં જોડાશે. આ દિવસે અન્નદાન, ઓષધદાન, અનુકંપાનદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, અભયદાન આપવામાં આવશે. બેનોને લાલ કલરનો ડ્રેસ ભાઇઓને વાઇટ કલરનો ડ્રેસ પહેરવાનો છે.

(3:57 pm IST)