Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

મહેશ ચાવડાને 'ગરીબોના મસિંહા એવોર્ડ'

રાજકોટ : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહાશકિત હેલ્થ સેન્ટરના નિયામક ડો. મહેશ કે. ચાવડાની સેવાને ધ્યાનમાં રાખીને બ્રહ્માકુમારી શ્રી ભારતીદીદીજીના હસ્તે ''ગરીબોના મસીહા એવોર્ડ''થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સી.જે. ગ્રુપના ચેરમેન ચિરાગ ધામેચા, રાજુભાઈ, શૈલેષભાઈ વોરા તથા જન આરોગ્ય એજ્યુકેશન એન્ડ યોગ સંસ્થાનના ટ્રસ્ટી અજયભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૧૦)

(3:48 pm IST)
  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST