Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

વિજયભાઈના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાયો : 'મેરા પરિવાર - ભાજપા પરિવાર'

રાજકોટ : લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા આજે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ 'મેરા પરિવાર ભાજપા પરિવાર' શિર્ષક અંતર્ગત શરૂ કરાયો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈ શાહે પોતાના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો. સમગ્ર દેશભરમાં ભાજપના કાર્યકરોના નિવાસસ્થાને ભાજપના ઝંડા લહેરાવાશે. દરમિયાન આજે રાજકોટ શહેરમાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવાયો હતો. આજે શહેરમાં ૧૦૦૦થી વધુ કાર્યકરોના નિવાસસ્થાને ભાજપના ધ્વજ લહેરાવાશે. તસ્વીરમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીના નિવાસસ્થાને ભાજપનો ઝંડો લહેરાવ્યા બાદ કાર્યકરો સાથે સેલ્ફી લેતા શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી સાથે કમલેશભાઈ મિરાણી, રાજુભાઈ ધ્રુવ, દેવાંગ માંકડ, કાશ્મીરાબેન નથવાણી, મેયર બીનાબેન આચાર્ય, માધવ દવે, નેહલ શુકલ, અશ્વિન ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, રજની ગોલ, પરેશ તન્ના, વિજયભાઈ પાડલીયા, સંગીતાબેન છાયા, મનીષાબેન શેઠ, નીતાબેન વઘાસીયા, જસીબેન કામલીયા, જશુમતીબેન વસાણી, ગીતાબેન તન્ના, મયુરીબેન ભાલાળા, નીતાબેન વાછાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન શાહ, ચંદ્રિકાબેન, બળવંતસિંહ રાઠોડ, નીરૂભા વાઘેલા, પરેશ હુંબલ, મનસુખભાઈ ફળદુ, હેમંતસિંહ ડોડીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, રાજભા વાઘેલા, કિશોર સોજીત્રા, વ્યોમ વ્યાસ, અશોક જેઠવા, ભરતભાઈ અવલાણી, નિલેશ અનડકટ, સંજય વાઢેર, શિવરાજસિંહ ઝાલા, નાનજીભાઈ ચારોલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૩)

(3:44 pm IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST