Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પર્યાવરણ-બેટી બચાવો સંદેશ સાથે સાયકલ યાત્રાએ નિકળેલ જાવેદ અંસારી રાજકોટમાં : લાલચોકમાં ધ્વજ ફરકાવવા સંકલ્પ

રાજકોટ તા. ૧૨ : પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને બેટી બચાવોનો સંદેશ ગામો ગામ પ્રસરાવવા પટણા બિહારના જાવેદ અંસારી દેશભરની સાયકલ યાત્રાએ નિકળેલ છે.

આજે રાજકોટ આવેલ આ સાયકલ યાત્રીએ 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવેલ કે આમ તો હું શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ સમાજ સેવા કરવા નોકરી છોડી દીધી છે અને હાલ ર વર્ષથી ૧૫ વર્ષની વાયના ૨૨ જેટલા અનાથ બાળકોની સેવા સંભાળ એક નાનકડી સંસ્થા સ્થાપીને શરૂ કરી છે.

દરમિયાન પર્યાવરણ પ્રત્યે અને જળની જરૂરીયાત અંગે લોકોને સભાન કરવા તેમજ ભૃણ હત્યા અટકે તે માટે 'રાષ્ટ્ર સૃજન અભિયાન' દ્વારા મે તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ થી કન્યાકુમારીથી સાયકલ યાત્રા આરંભી છે.

પોંડીચેરી, તામીલનાડુ, કેરલા, કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્ર, ગોવા, દીવ થઇને હાલ  ગુજરાતમાં આવ્યો છુ. અહીંથી રાજસ્થાન, હરીયાણા, પંજાબ થઇ કાશ્મીરના લાલ ચોક ખાતે ૧૫ ઓગષ્ટ ર૦૨૦ ના રોજ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી યાત્રાને વિરામ અપાશે.

સમાપન સમયે દિલ્હીના લાલ કિલ્લાથી મારી સાથે વધુ ૫૦ યુવાનો સાયકલ સાથે જોડાશે. જે બધા લાલકિલ્લાથી કાશ્મીરના લાલ ચોક સુધી સાયકલ ચલાવશે.

આ સાયકલ યાત્રા શરૂ કર્યાને આજે એક વર્ષ ૧૦ દિવસ પુરા થવા આવ્યા છે અને મે ૧૦,૨૫૦ કિ.મી.નું અંતર કાપેલ છે. આ યાત્રા દરમિયાન મને કેરલા, કર્ણાટક, ગુજરાતના લોકો વધુ માનવતા વાદી લાગ્યા. સૌરાષ્ટ્રની પ્રજા પણ અતિ લાગણીશીલ છે. રાજકોટમાં ચાલી રહેલ સાયકલ કલબની પ્રવૃતિ પણ મે જાણી અને આનંદ અનુભવ્યો. તેમ અંતમાં જાવેદ અંસારી (મો.૬૩૬૧૦ ૪૮૭૪૨) એ જણાવેલ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)

 

(3:40 pm IST)
  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST