Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કોર્ટ કમ્પાઉન્ડમાં સ્ટેમ્પ પેપરોનું પુરતું વેચાણ નહિ થતાં બાર એસો. દ્વારા કલેકટરને આવેદન

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલભાઇ રાજાણી તથા રાજકોટ બાર એસોસીએશનના સભ્યો અને રાજકોટના વકીલો દ્વારા એક લેખીત ફરીયાદ કરવામાં આવેલી હતી જે ફરીયાદ મુજબ મોચી બજાર કોર્ટ કમ્પાઉન્ડમાં સરકારશ્રી દ્વારા નિયુકત કરવામાં આવેલા સ્ટેમ્પ વેન્ડરો યોગ્ય પેપરોનો સ્ટોક ન રાખવાની, સ્ટેમ્પ વેન્ડરો કાયદાનું પાલન નહી કરતા હોવાની, પોતાની મનમાની ચલાવતા હોવાના કારણે વકીલશ્રીઓને વારંવાર નુકશાની તેમજ હેરાનગતીનો સામનો કરવો પડતો હતો. જે સંદર્ભે રાજકોટ બાર એસોસીએશન દ્વારા ઉપરોકત પ્રશ્નની ગંભીરતાને ધ્યાનમાં લઇ અને તાત્કાલીક ધોરણે રાજકોટના કલેકટરશ્રીને ઉપરોકત વિષયે આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું.

આ આવેદન પત્રમાં રાજકોટના કલેકટરશ્રીને જણાવવામાં આવેલ કે રાજકોટ કોર્ટમાં ઇસ્યુ કરવામાં આવેલા લાયસન્સ મુજબ સ્ટેમ્પ વેન્ડરો નિયમીત રીતે પોતાના નિયત સ્થળે બેસી સ્ટેમ્પ પેપરનું યોગ્ય અને પુરતા પ્રમાણમાં વિતરણ કરતા ન હોવાથી વકીલશ્રીઓ અને અરજદારોને આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ રજૂઆત સમયે રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાંતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડા હાજર રહેલ હતાં.

(3:39 pm IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • દિલ્હીમાં કેજરીવાલ દ્વારા વિપક્ષની મહારેલી :મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ સહિતના દિગજ્જ નેતાઓનો જમાવડો :આપના સંયોજક ગોપાલરાયે કહ્યું કે રેલીમાં મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ,પૂર્વ પીએમ એચડી દેવગૌડા,ફારુખ અબ્દુલ્લા અને એનસીપીના શરદ પવાર સહિતના વિપક્ષી નેતા ભાગ લેશે access_time 1:06 am IST