Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

બુકફેર અને લીટરેચર ફેસ્ટિવલમાં ઉમટતા રસીકો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત સૌરાષ્ટ્ર : ગાંધી વિચારની આજ અને આવતીકાલ પર પદ્મશ્રી વિષ્ણુ પંડયા, દેવેન્દ્ર જાની અને પૂ. નિખિલેશ્વરસ્વામીનું તથા તરવરાટ સાહિત્ય સંધ્યામાં શાહબુદીનભાઇ રાઠોડ અને આર.જે. દેવકીનું વકતવ્ય યોજાયું

રાજકોટ તા.૧ર : સૌરાષ્ટ્ર બુક અને લિટરેચર ફેસ્ટિલ-ર૦૧૯ ના કાર્યક્રમ 'કિડ્સ ફેસ્ટિવલ' અંતર્ગત તા.૧૧નારોજ સવારે ૧૦ થી ૧૦૦ અને બપોરે ૩ થી ૬ દરમિયાન ક્રમશઃ ધોરણ ૧ થી પ અને ૬ થી ૧ર ના વિદ્યાર્થીઓને બેસ્ટ આઉટ ઓફ વેટના ખ્યાલને કેન્દ્રમાં રાખી ધારા-સંજીવની અને ટીમ દ્વારા બાળકોઓને ગમ્મત સાથે જ્ઞાન પુરૂ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પહેલા સેશનમાં અંદાજે પ૦ અને બીજા સેશનમાં ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન જલ્પા ચાવડા અને મીરા દોશીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જેમાં તેઓએ બાળકોને મનોરંજન આપીને પ્રોત્સાહીત કર્યા હતા. ધારા એસ.આર.અને સંજીવની ડી.આર.એ.ક્રાફટની અવનવી પ્રવૃતિઓ કરાવી બાળકોને ક્રિએટિવિટીનું માર્ગદર્શન પુરૃં પાડયૂં હતું. બાળકોને સંબોધીને એવું કહ્યું હતું કે 'આપણે જે વસ્તુઓ નકામી સમજીને ફેંકી દઇએ છીએ જેનો નાશ નથી થતો પરંતુ પર્યાવરણને નુકશાન પહોંચાડે છે એવી વસ્તુઓનો ફરી ઉપયોગ કરી સર્જનાત્મક વસ્તુઓ તૈયાર કરવી જોઇએ' તેમના મુખ્ય એ છે કે આ બધી જ વેસ્ટ વસ્તુઓમાંથી જ બેસ્ટ બનાવવાનું છે, તથા પર્યાવરણનં જતન અને બાળકોની કલ્પના શકિત વધારવાનું છે બીજી પ્રવૃતિમાં ક્રાફદ્વારા ફલાવર બનાવતા શીખવ્યું હતું તેમજ તે ફલાવરના ઉપયોગ અંગેની માહીતી આપી હતી. ત્યાર બાદ ક્રાફટની પ્રવૃતિઓને અંત આપ્યો અને જતા જતા વધેલા કચરાને સાથે જ લઇ જવો અને તે કચરાનો ફરિથી ઉપયોગ કરવા માટે પ્રેર્યા હતા ભૂલકાઓનો ઉત્સાહ શરૂઆતથી અંત સુધી બરકરાર રહ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિ. ના સંયુકત ઉપક્રમે યોજાયેલા બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં ત્રીજા દિવસે યોજાયેલા બપોર પછીના સેશનમાં ગાંધી વિચારની આજ અને આવતીકાલએ વિષય પર પ્રખર વકતાઓ દ્વારા જીવંત વકતવ્યો યોજાયા. જ્યોતિબેન રાજયગુરૂએ સમગ્ર કાર્યક્રમની બાગદૌર સુંદર શબ્દો વડે સંભાળી અને કાર્યક્રમને એક આગવું સ્વરૂપ બક્ષ્યું તેમના આવકાર સ્વાગતમાં શેખાદમ આબુવાલાને યાદ કરતા કાર્યક્રમને અનુરૂપ સુંદર રચના રજુ કરી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આયોજિત બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલના ત્રીજા દિવસમાં પહેલા સેશનમાં 'બ્લોગ થી કરિયર' વિષયમાં પર સેમિનાર યોજાયો તરવરાટ સભર યુવાનો એ આ  સેશન ભરપૂર ઉત્સાહ સાથે માણ્યો માત્ર વકતવ્ય કે શબ્દો જે  નહી પરંતુ આ સેમિનાર સહિયારો સંવાદ પણ બન્યો. આજના ડીજીટલ યુગમાં જયારે યુવા પેઢી વરચુઅલ વર્લ્ડમાં વિચરે છ.ે ત્યારે આ ક્ષેત્રમાં સફળ કારકિર્દિ પણ બની શકે એ વિષય પર સફળ બ્લોર્ગ્સ દ્વારા યુવાનોને ઉત્કૃષ્ટ માર્ગદર્શન અપાયું.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા. ૯ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલ સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિલમાં ગઇકાલે તરવરાટ સાહિત્ય સંધ્યા કાર્યક્રમ હેઠળ સાંજે ૭ થી ૯ દરમિયાન હાસ્યકલાકાર શાહબુદીન રાઠોડ અને આર.જે.દેવકીનું વકતવ્ય યોજાયું હતું વનેચંદનો વરઘોડો, હસ્યનો વરઘોડો જેવા પુષ્કળ કાર્યક્રમો આપનાર શાહબુદીનભાઇ રાઠોડ  પોતાની નિર્દોષ હાસ્યશૈલી માટે પ્રખ્યાત છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની સાહિત્ય કલા પ્રેમી જનતા માટે શાહબુદીનભાઇ અને આર.જે.દેવકીનો કાર્યક્રમ સુંદર આ  સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયોતિ રાજયગુરૂએ કર્યું હતું છેલ્લા ૧૬ વર્ષથી રેડીયો પર કામ કરી રહેલ આંતરાષ્ટ્રીય પ્રતિભા આર.જે. દેવકીએ સાહિત્ય થકી કલાનો વિકાસ કેવી થઇ શકે એ વિષય પર શ્રોતામિત્રો સાથે સંવાદ સાધ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ધ્રૃવ ભટ્ટ લિખિત નાટક 'અકુપાર'નો અંશ દર્શાવાયો હતો.

(3:37 pm IST)