Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

વોર્ડ નં.૯માં વધુ એક પ્રોજેકટઃનવોદિતા વિસ્તારમાં રૂ.૮.પ૧ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનશે

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૯માં નવોદિતા સોસાયટી વિસ્તારમાં આવેલ વોર્ડ ઓફીસની બાજુમાં શોપીંગ સેન્ટર હેતુ માટેના ૧૨પર ચો.મી.અનામત પ્લોટમાં રૂ. ૮.પ૧ કરોડના ખર્ચે ૭૦૦-૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતો બે માળનો આધુનીક કોમ્યુનીટી હોલ બનાવવા આજની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં મંજુર કરવામાં આવ્યો છેઆ કોમ્યુનીટી હોલના ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કિંગ, ફર્સ્ટ ફલોરમાં કોમ્યુનીટી હોલ, ડાયનીંગ હોલ, કિચન, સ્ટોર, એટેચ ટોઇલેટ સાથે રૂમની સુવિધા તથા સેકન્ડ ફલોરમાં કોમ્યુનીટી હોલ, ડાયનીંગ હોલ, કિચન સ્ટોર, એટેચ ટોઇલેટ સાથે રૂમની સુવિધા (એ.સી.) સાથે કુલ ૪ર૮૦.૦૦ ચો.મી.નું આર.સી.સી.ફ્રેમ સ્ટ્રકચરનું બાંધકામ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.(૬.૨૦)

(3:37 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST