Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ચેમ્બરના હોદ્દેદારો મુખ્યમંત્રીની મુલાકાતે વેપાર-ઉદ્યોગના પ્રશ્ને કરી રજુઆતો

મુખ્યમંત્રશ્રીએ રજુઆતો અંગે આપ્યો હકારાત્મક પ્રતિભાવ

રાજકોટ, તા. ૧ર : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવનિયુકત હોદેદારો પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થ ગણાત્રા, પૂર્વ પ્રમુખશ્રી શિવલાલ બારસીયા, માનદ્ મંત્રીશ્રી નૌતમ બારસીયા, માનદ સહમંત્રીશ્રી કિશોરભાઇ રૂપાપરા, ટ્રેઝરરશ્રી ઉત્સવ દોશીએ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઇ રાજકોટ-સૌરાષ્ટ્રના નીચે મુજબના વિવિધ મહત્વના પ્રશ્નો અંગે રજુઆત કરેલ.

(૧) 'વન ટેક્ષ વન નેશન'ને ધ્યાને લઇને ગુજરાત રાજયમાંથી વ્યવસાયવેરો નાબુદ કરી તેમજ આગલા વેરાની રકમ અંગે અદાલત યોજી સંપૂર્ણ વ્યાજ માફ કરી તાત્કાલીક ઘટતુ કરવા રજુઆત કરેલ.

(ર) રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર શરૂ કરવા માટેની જગ્યા ફાળવવા ચેમ્બરે રજુઆત કરેલ હતી. તેમાં પણ મુખ્યમંત્રીશ્રીએ ટોકન દરે જગ્યા ફાળવા સહાનુભૂતિ દર્શાવી આ કન્વેન્શન સેન્ટરની મેઇન્ટેનન્સની જવાબદારી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવે તેવી સલાહ આપી.

(૩) રાજકોટ ખીરસરા ખાતે ફાળવેલ જીઆઇડીસીનું ક્ષેત્રફળ વધારા માટે પુનઃવિચારણા કરવા તથા નવા એમો સ્થપાય તેને કેપીટલ ઇન્વેસ્ટમાં રાજય સરકાર દ્વારા સબસીડી આપવા તેમજ રૂ.રપ૦૦/ પર મીટર મુજબ રકમ તથા મેઇન્ટેનન્સના ટોકન ભાવથી ઉદ્યોગકારોને તાત્કાલીક ફાળવવા રજુઆત કરેલ. જેના પ્રતિસાદરૂપે રૂ.રપ૦૦/-ભાવ પણ ગુજરાત સરકારે નક્કી કરેલ છે. આમ ઉદ્યોગજગતમાં હર્ષની લાગણી ફેલાયેલ છે.

(૪) એસકપોર્ટરો માટે પરાપીપળીયા ખાતે આઇસીડીની જમીન ફાળવેલ તે હયાત માર્કેટ ભાવ કરતા પણ વધારે હોય, ઓછા ભાવથી જમીન મળે તે અંગે પુનઃ વિચારણા કરવા રજુઆત કરેલ. જેનો ભાવનો પ્રશ્ન પણ ટૂંક સમયમાં ઉકેલાય જશે.

(પ) રાજકોટના પડતર વેટ ઓડિટના પ્રશ્નો તેમજ રાજકોટ ખાતે ઘણા સમયથી ખાલી પડેલ અપિલ-ડીસીની તાત્કાલીક નિમણૂંક કરવા રજુઆત કરેલ તેમાં મુખ્યમંત્રીશ્રીએ આ અંગે તાત્કાલીક ઘટતુ કરી અપિલ-ડીસીની નિમણૂંક કરી દીધેલ છે.

રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળની રજુઆત અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સહાનુભૂતિ દર્શાવી ચેમ્બર દ્વારા ધ્યાન પર મુકાયેલ પ્રશ્નો અંગે તુરત યોગ્ય કરવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

(3:34 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • દિલ્હીમાં કેજરીવાલ દ્વારા વિપક્ષની મહારેલી :મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ સહિતના દિગજ્જ નેતાઓનો જમાવડો :આપના સંયોજક ગોપાલરાયે કહ્યું કે રેલીમાં મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ,પૂર્વ પીએમ એચડી દેવગૌડા,ફારુખ અબ્દુલ્લા અને એનસીપીના શરદ પવાર સહિતના વિપક્ષી નેતા ભાગ લેશે access_time 1:06 am IST