Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

નીતિનભાઈના નિવાસસ્થાને ધ્વજ લહેરાવાયો

રાજકોટઃ લોકસભા ચૂંટણી અન્વયે કેન્દ્રીય પક્ષ તરફથી સૌથી મોટા જનસંપર્ક મહાઅભિયાન 'મેરા પરિવાર- ભાજપા પરિવાર' કાર્યક્રમ નિશ્ચિત થયેલ છે, જેમાં દરેક બુથમાં ભાજપ અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી 'મેરા પરિવાર- ભાજપ પરિવાર' કાર્યક્રમ યોજવામાં આવશે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે આજે તેમના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવીને 'મેરા પરિવાર- ભાજપા પરિવાર' અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ભાજપ અગ્રણીઓ તથા કાર્યકર્તાઓના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. શહેરના વોર્ડ નં.૮માં પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઈ ભારદ્વાજના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવી 'મેરા પરિવાર- ભાજપ પરિવાર' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પુષ્કરભાઈ  પટેલ, નિતીન ભુત, મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, વી.એમ.પટેલ, કાથડભાઈ ડાંગર, વંદનાબેન ભારદ્વાજ, વીજયાબેન વાછાણી, કિરણબેન માંકડીયા, અલ્કાબેન કામદાર, રીટાબેન સખીયા, પુર્વેશ ભટ્ટ, શુભેન્દુ ગઢવી, જસ્મીન મકવાણા, હર્ષીતાબેન કાસુન્દ્રા, પ્રવીણાબેન દોંગા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST