Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.નો વિહાર શુભેચ્છા સમારોહ સંપન્નઃ જામનગર વિહાર

ગુજરાત રત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ આદિની નિશ્રામાં – રૂષભ વાટિકામાં

રાજકોટ,તા.૧૨: શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ–સી.એમ.પૌષધશાળાનાં આંગણે યાદગાર ચાતુર્માસ બાદ રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.નો વિહાર શુભેચ્છા કાર્યક્રમ  ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.ની નિશ્રામાં શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના ઉપક્રમે સંઘપ્રમુખ  ચંદ્રકાંતભાઈ શેઠના પર્યાવરણ કેન્દ્ર રૂષભ વાટિકામાં રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.નો વિહાર શુભેચ્છા માટે રાખવામાં આવેલ હતો.

આશરે ૧પ૦૦ ઉપરાંત ભાવુકો આ વિહાર શુભેચ્છાના કાર્યક્રમમાં જોડાયેલા હતા. મોટા ભાગના શ્રાવક–શ્રાવિકાઓ શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ–સી.એમ.પૌષધશાળા–ઓમાનવાળા ઉપાશ્રયથી પદભાવ યાત્રામાં જોડાયા હતા.

ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.એ મંગલાચરણ કર્યું હતુ. રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. વિહારવેળાએ રાજકોટવાસીઓને ભાવપૂર્વકનો સંદેશો આપી જણાવ્યું હતુ કે, મારા વિહાર બાદ સાત મહિનાના પુરૂષાર્થથી મે રાજકોટને જે જ્ઞાન પિરસ્યુ છે, તપસમ્રાટના આશિર્વાદથી ભકિતપૂર્વક જે–જે આયોજન કરેલા છે તેમાંથી બોધ લઈ કાયમ માટે જ્ઞાનના કાર્યક્રમો રાજકોટમાં થતા રહે અને પૂ.ગુરૂભગવંતોનું વિચરણ રાજકોટમાં હોય કે ન હોય પરંતુ તેમની પ્રેરણાથી કાયમી યુવાનોની આઘ્યાત્મિક અને સેવાકીય ધર્મકરણી ચાલુ રહે તેવા આશિર્વાદ ફરમાવેલ હતા. સી.એમ. ફાર્મનાં  ચંદ્રકાંતભાઈ શેઠે રાજકોટ વતિ ઋણ સ્વિકાર કરી આભાર વ્યકત કરેલ હતો. આ પ્રસંગે પૂ. પ્રાણ પરિવારના મહાસતીજીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત  રહેલ.

રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.નું મુખ્ય લક્ષ છે એવા ધ્યાન અને યોગ ને અનુલક્ષીને ધ્યાન જ્ઞાનનો કાર્યક્રમ આજરોજ તા. ૧ર ના સવારે ૬:૩૦ થી ૮:૩૦ સતત બે કલાક સુધી રાષ્ટ્રસંતએ અલૌકીક રીતે નોખી – અનોખી મુદ્રા સાથે રૂષભ વાટિકના વૃક્ષની છાયામાં આશ્રમની પધ્ધતિથી કરાવેલ હતો. મોટી સંખ્યામાં શિબિરાર્થીઓએ આ આઘ્યાત્મિક જ્ઞાનયોગના કાર્યક્રમમાં અનેક ગુરૂભકતોએ ભાગ લીધેલ હતો.  સંજયભાઈ મહેતાના નિવાસ સ્થાનેથી ૯:૩૦ વાગે રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.એ રાજકોટમાંથી વિહાર કરીને જામનગર તરફ પ્રયાણ કરેલું હતુ તથા પૂ. ગુરૂદેવ કાલે તા.૧૩ ને બુધવારના રોજ જામનગર પ્રવેશ કરશે.

(3:32 pm IST)
  • અંજારમાં ગુજરાત પોલીસે કર્યું દિલધડક ઓપરેશન: ATM વાનના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી રૂ. 34 લાખની લૂંટ કરનાર હરિયાણાની ગેંગના બે સાગરિતોની કરી ધરપકડ : લૂંટારાઓ દ્વારા ફાયરીંગ કરવા છતાં પોલીસે જીવના જોખમે પાંચ કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડયા access_time 1:12 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST