Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

વડાપ્રધાન કિસાન સહાય યોજના સંદર્ભે કલેકટર કચેરીમાં સ્પે.કન્ટ્રોલરૂમઃ રાત્રે ર સુધી ધમધમશે

રાજકોટ તા. ૧ર : બજેટમાં જાહેર થયેલ વડાપ્રધાન કિસાન સહાય યોજના સંર્દભે કલેકટર કચેરીમાં ૧ થી ર દિ'માં સ્પે. કન્ટ્રોલરૂમ ખોલાશે તેમ કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું કે, આ માટે ખાસ ટેકનીકલ ટીમ રહેશે, કલેકટર કચેરીમાં બેસતી એનઆઇસી બ્રાંચના  ઉચ્ચ અધીકારીઓ શ્રી દુષ્યતભાઇ, ધંધુકીયા, જોશી, ઉપરાંત જીલ્લા તાલુકા પંચાયતના અધીકારીઓ સ્ટાફ સવારે ૧૦ થી રાત્રે ર સૂધી રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે, કલેકટરની સુચના બાદ ખાસ બે ટીમ બનાવાઇ છે. ગ્રામ પંચાયતોની ઓફીસમાંથી આ અંગે ફોર્મ વિતરણ પણ શરૂ થઇ ગયા છે.

(3:15 pm IST)