Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

રાજકોટ- સુરેન્દ્રનગર- ધ્રાંગધ્રા સહિત ૬ શહેરના ૧પ વેપારી ડીફોલ્ટર : ૧૯ કરોડની વેરાકીય જવાબદારી નીકળી

પ કરોડ ૬૮ લાખનો ટેક્ષ સ્થળ ઉપર જ વસૂલાયો : બાકીના સામે હવે મીલકત બેન્ક ખાતા જપ્તિની કાર્યવાહી

રાજકોટ, તા. ૧ર :  રાજકોટ વેટ તંત્રે સપાટો બોલાવી રાજકોટ-સુરેન્દ્રનગર સહિત કુલ ૬ શહેરના ૧પ વેપારીઓ કે જેઓ ડીફોલ્ટર હોવા સંદર્ભે સપાટો બોલાવી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો.

રાજકોટ વેટના ડીવીઝન -૧૦ના જોઇન્ટ કમીશ્નર શ્રી ત્રિવેદીની સુચના બાદ ૧૦ ટીમો રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-વાંકાનેર-ધ્રાંગધ્રા સહિત શહેરોમાં ત્રાટકી હતી, સ્ટીલ, ઓટો મશીનરી, જીનીંગ-મોબાઇલ-સિરામિક સહિતની ઉત્પાદકો-પેઢીઓને ત્યા તપાસ દરમિયાન ૧૯ કરોડની વેરાકીય જવાબદારી નીકળી પડી હતી, વેટની કલમ-૭૧ હેઠળ (જીએસટીઆર-૩ બી)ની જવાબદારી સંદર્ભે કરોડોની જવાબદારી નીકળી પડતા, સ્થળ ઉપર જ પ કરોડ ૬૮ લાખની વસુલાત કરી લેવાઇ હતી અને હવે બાકીના નાણા વસુલાત સંદર્ભે બેંક ખાતા અને મીલકત ટોચમાં લેવા આદેશો કરાયાનું બહાર આવ્યું છે. (૯.૯)

(1:42 pm IST)