Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

૯ ડિસેમ્બરે પૂ.નમ્રમુનિ મ.સા.પાસેથી રાજકોટમાં દિક્ષા ગ્રહણ કરનાર

પૂ.પરમ આરાધ્યાજી મ.સ.લીલાવંતી હોસ્પિટલમાં કમરના દુઃખાવાને કારણે દાખલઃ ટેસ્ટ કરાયા

દિક્ષા દિને પૂ.શ્રી ઉપર મંડપની કમાન પડતા માથામાં ગંભીર ઈજા પહોંચેલ

રાજકોટઃ તા.૯/૧૨/૧૮ ના રોજ રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરનાર ર્પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ના મસ્તક ઉપર કમાન પડેલ. આમ છતાં અસહ્ય વેદના અને મારણાંતિક ઉપસર્ગની પરવા કર્યા વગર તેઓેએ સંયમ ધર્મનો સ્વીકાર કરી શોર્ય,પરાક્રમ અને સહનશીલતાના અજોડ દર્શન કરાવેલ.

તાજેતરમાં વિહાર દરમ્યાન પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ને કમરમાં અસહ્ય દુઃખાવો થતાં તાત્કાલિક તેઓને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં સારવાર અને નિદાન માટે એડમીટ કરવામાં આવેલ. તેઓના મણકાના ટેસ્ટ વગેરે ચાલી રહેલ છે. તેઓના સંસારી પિતા મનોજભાઈ ડેલીવાળા,મામા દિલેશભાઈ ભાયાણી, દિપકભાઈ ભાયાણી, અજયભાઈ શેઠ વગેરે હોસ્પીટલે તુરત પહોંચી ગયેલ. નિષ્ણાંત ડોકટરોની ટીમ ઉપચાર કરી રહેલ છે. ર્ંદેવ,ગુરૂ અને ધર્મની અસીમ કૃપાથી પરમ આરાધ્યાજી મ.સ.શાતામાં છે...ધીરે - ધીરે સ્વસ્થતા આવી રહી છે. લીલાવતી હોસ્પિટલના સેવાભાવી ટ્રસ્ટી રેખાબેન શેઠ પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.સાથે સતત સંપર્કમાં રહી સુયોગ્ય સેવા કરી રહેલ છે. પૂ.પરમ અનન્યાજી, પૂ.પરમ પ્રતિષ્ઠાજી, પૂ.પરમ અસ્મિતાજી મ.સા.અગ્લાન ભાવે સેવા - વૈયાવચ્ચ કરી રહેલ છે.(૩૦.૩)

(11:24 am IST)