Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પારડીના પુલ પાસે બાઇક સ્લીપ થતાં શાપરના મનિષ ડઢાણીયાનું મોત

રાજકોટ તા. ૧૨: શાપર વેરાવળમાં રહેતાં પટેલ યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

શાપરના ગાયત્રીનગરમાં રહેતો મનિષભાઇ વિનુભાઇ ડઢાણીયા (ઉ.૩૫) નામનો પટેલ યુવાન ગઇકાલે બાઇક નં. જીજે૩કેએલ-૨૯૬૫ હંકારીને જતો હતો ત્યારે પારડીનો પુલ ઉતરતા તેનું બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાત્રે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(10:15 am IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST

  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST