Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જીઇબી કોના મોતની રાહ જુએ છે ''....

રાજકોટ : શહેરના વિદ્યાનગર મેઇન રોડ અને યાજ્ઞીક રોડને જોડતા જસાણી કોલેજ વાળા મેઇન રોડ ઉપર છેડે વિદ્યાનગર રોડ પર ઇલેકટ્રીકના પોલ નીચે લોખંડની મોટી કટ આઉટની ખુલ્લી પેટી આવેલ છે. જે તસ્વીરમાં જોઇ શકાય છે. આ થાંભલાને અડીને પાણી પુરીવાળો ઉભો રહે છે, આ ખુલ્લી પેટી અંગે અનેક વખત વીજતંત્રના જે તે સબ ડિવીઝનને રજુઆતો થઇ છે, પરંતુ અધીકારીઓ લાઇન સ્ટાફના બહેરા કાને રજુઆતો અથડાઇ છે, ભયાનક અકસ્માત, વીજ શોર્ટ સરકીટનો ભય છે, પરંતુ વીજ તંત્ર જાણે કોઇના મોતની રાહ જોતું હોય તેમ કોઇ પરવા જ નથી. તાકીદે યોગ્ય કરવા માંગણી ઉઠી છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:52 pm IST)