Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

રૂ. ૯.૮૨ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીની ડીસ્ચાર્જ અરજી રદ

રાજકોટ તા ૧૧ : રૂ. ૯.૮૨ લાખના કેસમાં આરોપીની કોર્ટે ડીસ્ચાર્જ અરજી નામંજુરી  કરી હતી.

આ કેસની વિગત એવી છે કે , આ કામના ફરીયાદી શિવશકિત ટ્રેડીંગના પ્રોપરાઇટર  ચંદ્રેશભાઇ   સવજીભાઇ મોલીયા રહે. શીવપુર, ગામ-તરઘડી, તા. પડધરી, જી. રાજકોટ ખાતે શાક ભાજી, ફ્રુટનો ધંધો કરે છે, તેઓએ આ કામના આરોપી જય મહાકાળી  ટ્રેડીંગના  પ્રોપરાઇટર રાજેશભાઇ શંકરભાઇ પટેેલ, રહે. શિમળા સોસાયટી, નાના કલોદરા, તા. ખંભાત, જી. આણંદ વાળાન ે સુકા  સરગવાની શીંગ અને  બીજનો માલ રૂ. ૯.૮૨,૦૦૦/- અંકે રૂપિયા નવ લાખ બ્યાસી હજાર  પુરા નો મોકલાવેલો.જે રકમ આપવા  બાબતે આ  કામના આરોપીએ તેમના ખાતા  વાળી બેંકનો ચેક આપેલ હતો, જે ચેક '' ફંડસ ઇન્સફીશીયન્ટ'' ના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ તેમના વકીલ મારફત  પડધરી કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેેલ હતી.

આ કેસમાં આરોપી તરફે અમદાવાદના વકીલ શ્રીઓએ ક્રિમીનલ પ્રોસીજર કોડની જોગવાઇઓ હેઠળ આરોપીને ડીસ્ચાર્જ કરવાની અરજી કરેલ હતી, જે અરજીમાં ના. કોર્ટે બંન્ને તરફેના વકીલની દલીલો સાંભળી પ્રથમ દર્શનીય કેસ મુજબ ગુઝહો બનતો ઓય આ અરજી હાલના સ્ટેજે ટકવા પાત્ર ન હોય તેમજપુરાવો લઇ કેસનો નિર્ણય કરવો જરૂરી હોય, પડધરી કોર્ટે આરોીપીની ડીસ્ચાર્જની અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા છે.

(3:41 pm IST)