Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

યુનિવર્સિટી અને પ્ર.નગર પોલીસના જૂગારના બે દરોડાઃ ૩ મહિલા સહિત ૧૦ની ધરપકડ

૧૫૦ રીંગ રોડ પર ગણેશ ઓટો પાછળ અને રેલનગરની ટાઉનશીપમાં દરોડાઃ હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, કોન્સ. ધર્મરાજસિંહ અને હેડકોન્સ. મોહસીનખાન મલેકની બાતમી

રાજકોટ તા. ૧૧: જૂગારના બે દરોડામાં યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પાંચ શખ્સોને રૂ. ૨૯૧૦૦ની રોકડ સાથે અને પ્ર.નગર પોલીસે રેલનગરમાં દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૦૨૦૦ની રોકડ કબ્જે લીધી હતી. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને એસીપી પશ્ચિમ એસ.આર. ટંડેલની સુચના હેઠળ આ બંને દરોડા પાડવામાં આવ્યા હતાં.

યુનિવર્સિટી પોલીસે ૧૫૦ રીંગ રોડ પર ગણેશ ઓટો ફોર્ડના શો રૂમ પાછળ એફટીસી મોલ્ટા બેલા એપાર્ટમેન્ટ સી-વિંગ ફલેટ નં. ૧૦૧માં રહેતાં જગદીશ શિવલાલ રાણપરા (ઉ.૬૦)ના ઘરમાં દરોડો પાડી તેને તથા ભાવીન ઉર્ફ ભાવેશ ભરતભાઇ સોની (ઉ.૩૬), નિલેષ મણિલાલ પાટડીયા (ઉ.૪૧), કેતન રમેશચંદ્ર શાહ (ઉ.૫૫) અને નિલેષ રમેશભાઇ આડેસરા (ઉ.૩૪)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૨૯૧૦૦ કબ્જે લીધા હતાં. પી.આઇ. બી. બી. ગોયલની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડોડીયા, હેડકોન્સ. હેરશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, કોન્સ. અમીનભાઇ કરગથરા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજેશભાઇ અને ધર્મરાજસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

બીજા દરોડામાં પ્ર.નગર પોલીસે રેલનગર લાલબહાદુર શાસ્ત્રીનગર ટાઉનશીપ બ્લોક નં. એ-કયુ-૧૯માં રહેતાં ધવલ રમેશભાઇ પરમાર (ઉ.૧૯) નામના દલિત યુવાનના ઘરમાં દરોડો પાડી તેને તથા આરીફ વલીભાઇ કારવાતર (ઉ.૩૮-રહે. બી-એફ-૫૨), ભાવનાબેન સવશીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૫૦-રહે. શિવપરા-૭, હનુમાન મઢી પાસે), માયાબેન રમેશભાઇ બાવરીયા (ઉ.૩૫-રહે. ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૧૩) તથા ચંદ્રીકાબેન રાજુભાઇ બારૈયા (ઉ.૩૦-રહે. લાખાજીરાજ ઉદ્યોગનગર-૧૦)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૦૨૦૦ની રોકડ કબ્જે લેવાઇ હતી.

પીઆઇ બી. એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. રાઠોડ,  દેવશીભાઇ રબારી, અશોકભાઇ કલાક, અરવિંદભાઇ મકવાણા,કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, પ્રદિપસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ પરમાર, જયદિપભાઇ ધોળકીયા, મનજીભાઇ ડાંગર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મોહસીનખાન મલેકની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(3:41 pm IST)