Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

એસઆરપી કેમ્પ પાસેથી દિપેન અને દિપક ૩૬ બટલ દારૂ સાથે પકડાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ.બી.બી. ગોયલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી, એએસઆઇ. હરદેવસિંહ રાયજાદા, કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ખેર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નવા દોઢસોફુટ રોડ પર એસ.આર.પી.કેમ્પ પાસેથી દિપેન મહેશભાઇ કોટેચા(ઉ.૩ર) (રહે. વિરાણી ચોક બગીચાની સામે તથ દિપક ખીમજીભાઇ બાળા(ઉ.૪૦) (રહે. વિરાણી ચોક રામદુત શેરી નં.૩ વિશાલ એપાર્ટમેન્ટ)ને રૂ.૩૧૪૪૦ની કિંમતની દારૂની ૩૬ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:40 pm IST)