Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ઓશોએ ચેતનાસભર જીવન માર્ગ પ્રશસ્ત કર્યોઃ જય વસાવડા

રાજકોટઃ ઓશોવાટિકા-વાગુદળની સ્પંદિત ભૂમિ ઉપર ઓશો ગ્લીમ્સ મેડીટેશન એન્ડ સેલીબ્રેશન અંતર્ગત ઓશો ઇન્ટરનેશનલ મેડીટેશન રીસોર્ટ, પુનાથી પધારેલ માં અમૃત-સાધનાના સાંનિધ્યમાં વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ ઓશો ગ્લીમ્સ-મુંબઇ દ્વારા ''જીવન કી ખોજ'' અને ''Keys to a New Life'' પુસ્તકોનું લોકાપર્ણ કરતા જય વસાવડાએ કહ્યું હતું કે જીવન નૃત્ય છે અને સુગંધનું વર્ણન શકય નથી પરંતુ ઓશોએ પ્રસન્નતા-પ્રેમ અને આનંદના નૂતન પથના નિર્માણ સાથે ચેતનાસભર જીવનનો માર્ગ પ્રશસ્ત કરી વિશાળ માનવ સમુદાયને રૂપાંતરણની પ્રક્રિયામાં સામેલ થવાા માટેનું ઇંજન આપી હજારો વર્ષોથી સ્થિર થયેલી ચિત્ત વૃતિઓને શુદ્ધતા પ્રદાન કરતી આંતરખોજની ચાવીઓ લઇને આવેલુું પુસ્તક ''Keys to a New Life'' ખરા અર્થમાં જીવનનો પથ નિર્દિષ્ટ કરે છે. ઓશો ગ્લીમ્સ મેડીટેશન એન્ડ સેલીબ્રેશનના શિબિરાર્થીઓને સંબોધતા મુખ્ય અતિથિ પ્રોફે. કલાધર આર્યએ જણાવ્યું હતું કે જીવનની વાસ્તવિકતાઓની સમજ સાથે ચિત્તવૃતિઓના નિરોધનો માર્ગ પ્રશસ્ત કરવાનો અવસર આપતો ગ્રંથ ''જીવન કી ખોજ'' નિર્વિચાર અવસ્થા સાથે અનુબંધિત થવાનો દિશાનિર્દેશ કરે છે, જ્ઞાનથી ઉદ્દભવતા અહંકારથી મુકત થઇ અજ્ઞાનના સોંદર્યને માણવાની અદ્દભુત શૈલી ઓશોએ આપી છે જે માનવીય મૂલ્યોના જતન સાથે સરળ-સહજ અને સ્પંદિત થવાનો અવસર પુરો પાડે છે. ઓશો વિચારોને પ્રસરાવવા પ્રવૃત સંસ્થા ઓશોગ્લીમ્સના ઉપક્રમે ઓશોવાટિકા -વાગુદડની સ્પંદિત ભૂમિ ઉપર સંજય સ્વામીના નેતૃત્વ હેઠળ યોજાયેલી ધ્યાનશિબિરને સફળતા પ્રદાન કરવા માટે ડો. સુજાતા ઉદેશી, સ્વામી રાધે શ્યામ સરસ્વતી, માં અંતરકિરણ, માં ડિમ્પલ તથા માં ધ્યાન રસિલી જહેમત ઉઠાવી રહ્યાં છે.

(3:39 pm IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • પ્રથમ રાફેલ ભારતને સપ્ટેમ્બરમાં મળી જશે : નવી દિલ્હીઃ ભારતીય હવાઇ દળના અધિકારીનો દાવોઃ રાફેલ પ્રોગ્રામ નિયત કાર્યક્રમ મુજબ જ છેઃ પ્રથમ વિમાન સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાંસમાં ડિલીવરી મળશે અને પછી એરક્રાફટને ભારત લવાશે access_time 3:52 pm IST

  • અંજારમાં ગુજરાત પોલીસે કર્યું દિલધડક ઓપરેશન: ATM વાનના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી રૂ. 34 લાખની લૂંટ કરનાર હરિયાણાની ગેંગના બે સાગરિતોની કરી ધરપકડ : લૂંટારાઓ દ્વારા ફાયરીંગ કરવા છતાં પોલીસે જીવના જોખમે પાંચ કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડયા access_time 1:12 am IST