Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

અપહરણના ગુન્હામાં ૭ વર્ષથી ફરાર જેતપુરનો મહેશ પારધી પકડાયો

પેરોલ ફર્લો સ્કોડે દલિત શખ્સને જેતપુરથી ઝડપી લીધો

રાજકોટ તા.૧ર : ગાંધીગ્રામ વિસ્તારની સગીરાનું અપહરણ કરવાના ગુન્હામાં ૭ વર્ષથી ફરાર દલિત શખ્સને પેરોલ ફર્લો સ્કોડે જેતપુરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી નાસતા ફરતા આરોપીને પકડવા માટેની ડ્રાઇવ રાખવામાં આવી હતી. દરમ્યાન ગઇકાલે પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ બી.કે.ખાચર, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ, બાદલભાઇ, બકુલભાઇ, જયદેવસિંહ, નિર્મળસિંહ તથા ચંદ્રકાંતભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મધુકાંતભાઇ, જયદેવસિંહ અને નિર્મળસિંહે બાતમીના આધારે જેતપુર દાસીજીવણપરા નવાગઢની ધારે રહેતા મહેશ ગોવિંદભાઇ પારધી (ઉ.વ.ર૬)ને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તે ર૦૧રમાં ગાંધીગ્રામ વિસ્તારની એક સગીરાનું અપહરણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં મહેશ વિરૂધ્ધ ગુન્હો નોંધાયો હતો અને છેલ્લા સાત વર્ષથી ફરાર હતો. આ અંગે પેરોલ ફર્લો સ્કોડે દલિત શખ્સ વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૪૧ (૧) આઇ મુજબ કાર્યવાહી કરી ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો.

(4:09 pm IST)