Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રાજકોટના શિક્ષિકા દ્વારા સ્વચ્છતા અંગે વિડીયો સોંગનું નિર્માણ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૫૨માં ફરજ બજાવતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા પ્રફુલ્લાબેન ગોહેલ ''સ્વચ્છ રાજકોટની પહેચાન'' વિડીયો સોંગ નિર્માણ કરેલ છે. હાર્દીક રાઠોડનો સ્વર, સંગીત રવિ વ્યાસ સાથે પટેલ વિડિયો વિઝનનું સુંદર એડિટીંગ નિલેશ ઠાકરે કરેલ છે. કચરો લેવા ટીપરવાન આવે  ત્યારે સીટી વગડાવાને બદલે આ ગીત વગાડે તેવો તેમનો આશય છે સ્વખર્ચે તેઓએ આ વિડીયો સોંગ નિર્માણ કરતા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસ ચેરમેન અલ્કાબેન કામદાર તથા શાસનાધિકારી દેવદત પડ્યાએ સરાહના કરી હતી.સોંગ નિર્માણમાં હિતેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણ નિમાવત જીગ્મા પોરવાલ, ઉમાબેન તન્ના તથા દેવર્ષિ પાઠક, શાળા સ્ટાફ પરિવારનો સહયોગ મળેલ. આ સોંગ યુટયુબ ઉપર'' સ્વચ્છ નગરી રાજકોટ'' કલીક કરવાથી જોવા મળી શકશે. સોંગ નિર્માણમાં કલેકટર વિક્રાંત પાંડે, પોલિસ કમિશ્નર વર્ગનો સહયોગ મળ્યો હતો. આ સોંગ લોચીંગ ફલાવર શો માં રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવેલ હતુ. આ તકે ધારા સભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયરશ્રી ડો. જયમીનભાઇ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ફાયનાન્સ બોર્ડ, ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

(4:00 pm IST)