Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રાજકોટ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છેઃ લુખ્ખાઓ બેફામ છેઃ હવે તો કંઇક કરો

શીવસેનાનું કલેકટરને આવેદનઃ દેખાવો વિસ્તૃત રજુઆત...

શીવસેનાએ આજે કાયદો-વ્યવસ્થા અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારની તસ્વીરઃ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧ર : શહેરમાં કથળેલી કાયદો-વ્યવસ્થા સંર્દભે આજે શીવસેનાએ પ્રમુખ જીમ્મી અડવાણીના પ્રમુખપદ હેઠળ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગયી છે. ગઇકાલે પી.ટી.સી. ગ્રાઉન્ડ ખાતે બનેલી ૩ વર્ષની ફુલજેવી બાળકીની હત્યા થઇ કયા કારણોસર અને કોણે કરી એ પછીનો પ્રશ્ન છેજાંબાઝ પોલીસ અધિકારીઓ આ ગુન્હેગારોને જબ્બે પણ કરી લેશે પણ અત્યારે વાત એ છે કે શહેરની કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી છે લોકોને આ સલામત રાજકોટમા યુ.પી.બિહાર, જેવી પરિસ્થિતિનો અહેસાસ થાય છ.ે આ એજ રાજકોટ છે જયાં મોડી રાત સુધી સલામત પણે ફરનારીમાં-દિકરીઓ હવે સલામત નથી  (રીક્ષાવાળા પણ લુંટીને મારી નાખે) શહેર લુખ્ખાઓ ગમે ત્યાં ડીંગલ કરી નિર્દોષ જનતાના વાહનો સળગવી દે મોંઘી કારોના કાચ ફોડી નાખે વ્યાજખોરો બેફામ બનીને લોકોના જાનમાલ સાથે ચેડા કરે રોમીયો એકેય કોલેજના દરવાજા છોડતા નથી આવી અનેક અનેક અને વારંવાર થતી ઘટનાઓથી શહેરીજનો અસલામતીની લાગણી અનુભવે છે.

શહેરના પોલીસ અધિકારીઓ નિષ્ઠાવાન અને કાર્યદક્ષી હશે પણ જે ઝડપે સ્ટાઇથી કામગીરી થવી જોઇએ તેમા જરૂર ''લુણો'' લાગ્યો છે. જેનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે.

સિસ્ટમમાં જે કાંઇ હોય જનતાને સલામતી જોઇએ છે. જે જવાદબારી આ રાજયના ચુંટાયેલા પ્રતિનિધિઓની પણ બન્ને છે. જેવો અત્યારે ચુપ છે. તેનો પણ અફસોસ છે.

(3:57 pm IST)