Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પ્રખ્યાત જોવાલાયક સ્થળોની નિબંધ સ્પર્ધામાં જિલ્લા રજીસ્ટર કચેરીના અજીતકુમાર કુરીયા પ્રથમ સ્થાને

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ-ઢોલરા તથા સાહિત્યસેતુ રાજકોટના ઉપક્રમે યોજાઇ સ્પર્ધા

રાજકોટ, તા. ૧રઃ  દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા પ્રખ્યાત જોવા લાયક સ્થળ અંગે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ રપ૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે જીલ્લા રજીસ્ટ્રાર રાજકોટના બાહોશ અધિકારી અજીતકુમાર કુરીયાએ પ્રથમ સ્થાન મેળવી ગૌરવ પ્રદાન કર્યુ છે. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જાણીતા કવિ-લેખક પ્રકાશભાઇ હાથીએ સેવા આપી હતી.

આ સ્પર્ધામાં બીજા ક્રમે કિશોરભાઇ નથવાણી તથા ત્રીજા ક્રમે સર્મીષ્ઠાબેન વોરા આવ્યા હતા. જયારે પ્રોત્સાહન ઇનામ મેળવનારાઓમાં શિલ્પાબેન ડાભી, જસ્મીનભાઇ દેસાઇ, સ્નેહા જાંબુકીયા, બંસી સંચાણીયા, વૈશાલી ચાવડા, અંકિતા ગાબુ, મીનાક્ષી મહીડા, ડોલી પંડયા, પૂનમ મહિડા, માનસી વાવેચા, ઇસાબા ચાવડા, તૃપ્તી કુબાવત, રૂત્વા, પાઠક અને હિરલ ચૌહાણની સમાવેશ થાય છે.

આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના અનુપમ દોશી, સુધીર દતા, ડો. ભાવનાબેન મહેતા, રાકેશ હાંસલીયા, સ્વાતીબેન જોષી, મુકેશ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના વગેરએ જહેમત ઉઠાવી  હતી. સંસ્થાના ત્રિમાસીક મુખ પત્ર શ્રવણકલમમાં નિબંધ અનુકુળતા મુજબ પ્રસિધ્ધ કરવામાં આવશે. તમામ વિજેતાઓને સંસ્થાએ અભિનંદન પાઠવ્યા છે.

(3:56 pm IST)