Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

દલિત સમાજના ૨૦ પરિવારોને લોન સહાયના ચેક અર્પણ

રાજકોટઃ ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા દલિત સહિત અનુસુચિત જાતિના રાજકોટના વધુ ૨૦ જરૂરતમંદોને રૂ.૧૫.૬૬ લાખના લોન સહાયના ચેકનું વિતરણ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને પૂર્વ ભાજપ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજના હસ્તે કરાયુ હતુ. આ કાર્યક્રમમાં પૂર્વનગરસેવક શામજીભાઈ ચાવડા, કોષધ્યાક્ષ અનિલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડી.વી.ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, કાર્યાલય ઈન્ચાર્જ જયંતભાઈ ઠાકર, પરાગભાઈ મહેતા, ભારત વિકાસ પરીષદના પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામી, જેઠસુરભાઈ ગુજરીયા વગેરે હાજર રહયા હતા.

(3:56 pm IST)