Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરના શંકાસ્પદ દર્દી વાંકાનેરના યુવાનનું મોત

રાજકોટ તા. ૧૨: સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરના શંકાસ્પદ દર્દી વાંકાનેરના નવાપરાના ૨૦ વર્ષના યુવાન રાધેશ્યામનું મોત નિપજ્યું છે. આ યુવાનને ૮મીએ તાવ સહિતની બિમારી સબબ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. પ્રાથમિક રિપોર્ટ-નિદાન બાદ કોંગો ફિવરની શંકા ઉપજતાં તેને રૂટીન વોર્ડમાંથી સ્વાઇન ફલૂ વોર્ડમાં ૧૦મીે શનિવારે સવારે ટ્રાન્સફર કરાયો હતો. એ રાત્રે જ તેનું મોત નિપજ્યું છે. તેનો રિપોર્ટ પોઝિટીવ છે કે નેગેટીવ? તે પુના લેબોરેટરીમાંથી અઠવાડીએ રિપોર્ટ આવ્યા બાદ જાહેર થશે.

(3:55 pm IST)