Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

નવરંગ કલબ દ્વારા પાણી બચાવો ઝૂંબેશ

વિવિધ શાળાઓમાં વી.ડી.બાલા દ્વારા પ્રવચનોઃ કાર્યક્રમ માટે સંપર્કઃ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮

રાજકોટ તા.૧૨: પૃથ્વી ઉપર મીઠું પાણી માત્ર ૧ ટકો છે એટલે જ આપણે પાણીને જળ એજ જીવન કહીએ છીએ. પાણી છે તો જ જીવન શકય છે. પાણીએ જ પૃથ્વી ઉપરનું અમૃત છે. પાણીનો આપણે કરકસરભર્યો ઉપયોગ કરતા થઇએ તો માટે વિદ્યાર્થીઓ સુધી જો આ વાત પહોંચાડી શકીએ તો લાંબાગાળે ખુબ મોટો ફાયદો થાય તેથી અમોએ વિદ્યાર્થી સુધી જવાનું એક કાર્યક્રમ કર્યો અને તેની શુભ શરૂઆત વિરાણી હાઇસ્કુલ-રાજકોટથી કરી વિદ્યાર્થીઓ સાથે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કેવી રીતે કરી શકાય? અને વરસાદનું પાણી ધરતીમાં ઉતારવા માટે શું કરવું જોઇએ તો બાબતે ચર્ચા કરી વિદ્યાર્થીઓએ નિચે મુજબના સુચનો કર્યા.

(૧) સવારમાં બ્રશ/દાતણ કરીએ ત્યારે નળનો ઉપયોગ કર્યા સિવાય પાણીનો ગ્લાસ ભરી મોઢું ધોઇએ. (૨) ગેંડીના નિચેના પાઇપની નીચે પાણી સંગ્રહ માટે ખાલી ડોલ રાખીએ અને ભેગું થયેલું પાણી વૃક્ષોને પાઇ શકાય. (૩) વોશીંગ મશીનમાં ઉપયોગ થયેલું પાણી સંગ્રહ કરી કોઇપણ વાહન/ફળીયું ધોઇ શકાય. (૪)સ્કુલ/કોલેજોમાં વિદ્યાર્થીઓ વોટરબેગ લાગે છે તે પાણીનો ઉપયોગ કરતા વધે તે પાણી ભેગું કરી વૃક્ષોને પાઇ શકાય. (૫) હોન્ટેલોમાં ન્હાવા-ધોવાનું પાણી એક જગ્યાએ ભેગુ કરી વૃક્ષોને પાઇ શકાય. (૬)ખેતીવાડીમાં ટપક પધ્ધતિનો ઉપયોગ વધારીએ.(૭) ખેતીવાડી/ બગીચા કે વૃક્ષ વાવેતરમાં મલ્ચીંગ પધ્ધતિનો ઉપયોગ કરીએ. (૮) ધાર્મિક પ્રસંગો, મેળાવળા કે લગ્નોમાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરીએ.(૯)વરસાદી પાણી ધરતમાં ઉતારવા માટે દરેક ખેતર વાડીએ ૧૦*૧૦*૫નો સોસ ખાડો કરી શકાય. (૧૦)વરસાદનું અગાસીનું પાણી બોરમાં ઉતારી રીચાર્જ કરીએ. (૧૧)કાચા ફળીયા રાખીએ અથવા પાકા ફળીયામાં થોડો ભાગ વરસાદનું પાણી ઉતારવા માટે છોડી દઇએ. (૧૨) જુના કુવાઓ/પથ્થરની ખાણોમાં વરસાદી પાણી ઉતારીએ. (૧૩)શકય હોય ત્યાં વૃક્ષો વાવી ઉછેરીએ. (૧૪) નાની તળાવડી કે ચેકડેમો બનાવીએ.

વિદ્યાર્થીઓએ આ ચર્ચામાં ઉત્સાહ ભેર ભાગ લીધો અને એવું નક્કી થયું કે વિદ્યાર્થી પોતાને ત્યાં તો અમલ કરશે પણ બીજા ૧૦-ઘરે આ વિચારનો અમલ થાય તે માટે પ્રયત્ન કરશે. આ ઝુંબેશ શહેર અને ગામડાઓ સુધી લઇ જવી છે અને આવતા ચોમાસા સુધી ખેડુતો, વિદ્યાર્થીઓ આ કામમાં વધુમાં વધુ જોડાઇ તે માટે અવિરત પ્રયત્ન કરવા છે.

આ બધી ચર્ચાઓ નીચે મુજબની સ્કુલોમાં બાળકો સાથે કરી (૧) વિરાણી હાઇસ્કુલ-રાજકોટ (વિદ્યાર્થીઓની સંખ્યા-૭૦૦), (૨)વિરબાઇમાં મહિલા કોલેજ-રાજકોટ (વિદ્યાર્થીઓની સંખ્યા-૨૦૦), (૩)માં આનંદમય કન્યા વિદ્યાલય-રાજકોટ (વિદ્યાર્થીઓની સંખ્યા-૪૦૦), (૪) આહિર કન્યા છાત્રાલય-પરાપીપળીયા, રાજકોટ (વિદ્યાર્થીઓની સંખ્યા-૪૦૦), (૫)આહિર કન્યા છા૬ાલય-જામનગર (વિદ્યાર્થીઓની સંખ્યા-૫૦૦), (૬)આહિર કન્યા છાત્રાલય-ખંભાડીયા (વિદ્યાર્થીઓની સંખ્યા-૮૦૦) (૭) આહિર કન્યા છાત્રાલય-ભાટીયા (વિદ્યાર્થીઓની સંખ્યા-૭૫૦) શાળાઓમાં પાણી બચાવો કાર્યક્રમ રાખવા વી.ડી.બાલા મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.(૧.૧૬) 

(3:49 pm IST)