Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મેરેથોનમાં ૧ર૬ સંસ્થાઓનું સામુહિક રજીસ્ટ્રેશન :સ્પર્ધકોનો આંક ૬૦ હજારે પહોંચશેઃ કિટ વિતરણ શરૂ

સંસ્થાઓ માટે જીલ્લા ગાર્ડન લાયબ્રેરીયમાં કીટ વિતરણઃ પ.કી.મી.ફન રન માટે સિવિક સેન્ટરોમાંથી કિટ મળશેઃ બપોર સુધીમાં ૪પ૦૦ લોકોને ટિશર્ટ સહીતની કીટ અપાઇ છે.

એ...ભાઇ અમારી કીટ આપોઃ મેરેથોન દોડ માટે આજથી ટી-શર્ટ સહિતની કીટનું વિતરણ શરૂ થયું છે. તે વખતની તસ્વીરો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧ર : મ્યુ.કોર્પોરેશન દ્વારા આગામી ૧૮ ફેબ્રુઆરીએ ૪ર કી.મી., ર૧ કી.મી. મેરેથોન દોડ ઉપરાંત ૧૦ કી.મી. અને પ કી.મી. ફનરનનુ આયોજન કરાયું છે. જેમાં ૧ર૬ જેટલી સંસ્થાઓ કે જેમાં શાળા, કોલેજ, જ્ઞાતિમંડળો, વગેરેનો સમાવેશ થાય છ.ેતેઓએ સામુહિક રજીસ્ટ્રેશન કરાવયું છે ઉપરાંત ૧ર૦૦૦ જેટલા લોકોએ ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

તેના કારણે આજે સાંજ સુધીમાં સ્પર્ધકોની સંખ્યા ૬૦ હજારે પહોંચી જશેતેમ મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. જયારે ગઇ સાંજથીજ આ સ્પર્ધકોને ટીશર્ટ કેપ અને નંબરની કીટનું વિતરણ પણ શરૂ કરી દેવાયું છે તેમ કમિશ્નરશ્રીએ ઉમેર્યું હતું.

મ્યુ. કમિશ્નરશ્રીએ મેરેથોન અંગે વિસ્તૃત માહીતી આપતા જણાવેલ કે સંસ્થાઓ માટે જલ્લા ગાર્ડન ખાતેથી લાયબ્રેરીએથી કીટ વિતરણ થઇ રહયું છે. અને તે સીધુજ ટીશર્ટ  અને કેપ આપનાર એજન્સી દ્વારાજ થઇ રહયું છે. જેથી કોઇ સમસ્યા સર્જાશે નહી.

આ ઉપરોકત રાજકોટ મહાનગર પાલિકાના (૧) સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર, (ર) વેસ્ટ ઝોન સિવિક સેન્ટર, (૩) ઇસ્ટ ઝોન સિવિક, સેન્ટર (૪) સ્પર્ધકોને કીટ વિતરણ કરવાનું આયોજન થયું છે જે અન્વયે સ્પર્ધકને એસએમએસ માં જણાવ્યા મુજબની તારીખ અને સમય પ્રમાણે કીટ મેળવી લઇ સહકાર આપવા અપીલ છે.

શ્રી પાનીએ આ તકે જણાવ્યું હતું કે ગત વર્ષ મેરેથોનમાંં ૬૩ હજાર સ્પર્ધકોએ ભાગ લીધો  હતો. જેની સામે આજે સાંજ સુધીમાં ૬૦ હજાર સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થઇ જશે અને હજુ બુધવાર સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે. તેથી આ વખતે પણ રજીસ્ટ્રેશનનો આંક હજુ વધશે તેવી આશા છે.

ગીર્દીની સમસ્યા ટાળવા સ્ટેજ પાસેથી વારા-ફરતી દોડનો પ્રારંભ

કમિશનરશ્રીએ ખાસ ઉમેર્યું હતું કે ગત વખતે સ્ટેજ પાસે ગીર્દીની સમસ્યા સર્જાયેલ તેવું ન બને તે માટે આ વખતે સ્ટેજ પાસે વિશાળ જગયા રાખીને કેટેગરી મુજબ બ્લેક વાઇઝ સ્પર્ધકોને ગોઠવી અને વારા-ફરતી સ્પર્ધકોને દોડાવાશે જેમાં સાૂપ્રથમ ૪ર કી.મી. અને સૌથી છેલ્લે પ કી.મી. દોડના સ્પર્ધકોને દોડાવાશે.

ઇન્કમ ટેક્ષ-ગેસકંપની સહીત ૧ર ઇવેન્ટ પાર્ટનરો

આ વખતની મેરેથોન દોડમાં મૂખ્ય સ્પોન્સર હોલેક્ષ કંપની અને ગુજરાત ટુરીઝમ છે આ ઉપરાંત ગુજરાત ગેસકંપની ઇન્ડયા ટેક્ષ વિભાગ કલીનમાની ઝૂંબેશ માટે આ મેરેથોનમાં પાર્ટનર બન્યા છે. આ સહીત અન્ય ૧ર જેટલા પાર્ટનરો છે. તેમ કમિશનરશ્રીએ જાહેર કયુંર્ હતું.

ટી-શર્ટ લાંબુ-ટુંકુ છે-કિટ નથી મળી તો ફરિયાદ નિવારણ કમીટીને ફોન કરો

રાજકોટ : તા.૧૮ના રોજ રાજકોટ ખાતે યોજાનાર રાજકોટ મેરેથોન-ર૦૧૮માં ભાગ લેનાર સ્પર્ધકોને કીટ બાબતે કોઇ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે ફરિયાદ નિવારણ કમીટીની રચના કરવામાં આવેલ છે. જો કોઇ સ્પર્ધકને કીટ બાબતે કોઇ ફરિયાદ હોય તો જીલ્લા ગાર્ડન લાઇબ્રેરી, પહેલો માળ, આંબેડકરનગર ભવન, જીલ્લા ગાર્ડન પાસે, કેનાલ રોડના ખુણે ખાતે રૂબરૂ અથવા અધિકારીશ્રીઓ (૧) કુંતેશ મહેતા ૯૬૨૪૦-૨૯૧૮૮, (ર) પરેશ પટેલ-૯૬૨૪૦-૮૫૧૯૯, (૩) સુનીશા નંદાણી-૭૬૯૮૭-૯૯૯૧૦ વગેરેને મોબાઇલ ફોન પર ફરિયાદ નોંધાવવા અનુરોધ કરાયો છે.

મેરેથોન દરમિયાન રસ્તા બંધ રહે તો સહયોગ આપજોઃ મ્યુ. કમિશ્નર

રાજકોટ : મેરેથોન દોડ દરમિયાન રસ્તાઓ વધુ સમય બંધ ન રહે તે માટે પુરેપુરી ચિવટ રાખવામાં આવી છે. આમ છતાં હજારો લોકો એક સાથે દોડતા. હોવાથી મેરેથોન રૂટનાં રસ્તાઓ કેટલાક સ્થળે બંધ રાખવા પડે તો સહયોગ આપવા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ અપીલ કરી છે.

(3:47 pm IST)