Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પોતાની જ કાર પર ફાયરીંગ કરાવનાર જસદણના નામચીન ઇકબાલ કથીરીનો એલસીબી કબ્જો લેશે

હથીયાર કેસમાં રિમાન્ડ પુર્ણ થતા ઇકબાલને એસઓજીએ કોર્ટમાં રજુ કર્યો

રાજકોટ, તા., ૧રઃ જસદણમાં પોતાની જ કાર પર ફાયરીંગ કરાવનાર નામચીન ઇકબાલ કથીરીના આજે રિમાન્ડ પુર્ણ થતા રૂરલ એલસીબીએ કબ્જો લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ  જસદણમાં ગત તા.૪ ના રોજ ઇકબાલ કથીરીએ પોતાની કાર પર મોહસીન તથા મહમદ અકીલે ફાયરીંગ કર્યાની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં રૂરલ એલસીબીએ તપાસ હાથ ધરી ફાયરીંગ કરનાર મોહસીન તથા મહમદને ઝડપી લેતા તેણે ઇકબાલ કથીરીના કહેવાથી જ ફાયરીંગ કર્યાની કબુલાત આપી હતી. આ કેફીયતના આધારે એલસીબીએ ઇકબાલ કથીરીને ત્યાં રેડ કરતા તેના કબ્જામાંથી દેશી બનાવટની બે પિસ્તોલ અને કાર્ટીસ મળી આવતા ઇકબાલ કથીરીને એસઓજીના હવાલે કરાયો હતો.

એસઓજીના પીઆઇ જે.એસ. પંડયાએ  ઇકબાલ કથીરીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. રીમાન્ડ દરમિયાન ઇકબાલ કથીરીએ આ બંન્ને હથીયારો જેતપુર ડાઇંગ હત્યા કેસમાં પકડાયેલ  હરીશચંદર ઉર્ફે હરીસિંહ પાસેથી લીધાની કબુલાત આપી હતી.

હથીયાર કેસમાં ઇકબાલ કથીરીના આજે રિમાન્ડ પુર્ણ થતા હોય કોર્ટમાં રજુ કરાશે. ત્યાર બાદ ઇકબાલ કથીરીનો રૂરલ એલસીબી કબ્જો લેશે અને તેની કાર પર ફાયરીંગનું તરકટ કેમ રચ્યંુ? તે અંગે પોલીસ તપાસ હાથ ધરશે.

(2:42 pm IST)