Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા પ્રોૈઢની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૨: સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડની લિફટ પાસેથી અજાણ્યા આશરે ૫૮ વર્ષના પ્રોૈઢનો મૃતદેહ મળી આવતાં પ્ર.નગરના એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધે કાળો શર્ટ પહેર્યો છે. તેમની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી આવી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગાસંબંધી, પરિચીત, વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:50 pm IST)