Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

કુબલીયાપરામાંથી ૩૩ બોટલ દારૂ ક્રાઇમ બ્રાંચે પકડ્યોઃ સની ઉર્ફ સનીયો ખચીયાની શોધ

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના મહેશભાઇ મંઢ અને નિશાંતભાઇ પરમારને મળેલી ચોક્કસ બાતમી પરથી કુબાલીયાપરા આંબેકડકરનગર-૨માં દરોડો પાડવામાં આવતાં સની ઉર્ફ સનીયો રામજીભાઇ ખચીયા હાજર મળ્યો નહોતો. તેના ઘરમાંથી રૂ. ૧૩૨૦૦નો ૩૩ બોટલ દારૂ મળી આવતાં કબ્જે કરવામાં આવ્યો હતો. પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ અ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, અજીતસિંહ, હરદેવસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.

(11:58 am IST)