Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

જંકશન પ્લોટના કડીયા યુવાન સુમિતને લગ્નના નામે છેતરનાર ટોળકી સામે ગુનો દાખલઃ ગઇકાલે નાગપુરની અનુ સહિતને છટકુ ગોઠવી પકડી લેવાયા બાદ કાર્યવાહી

રાજકોટઃ જંકશન પ્લોટ મેઇન રોડ શેરી નં. ૧૫/૨-બમાં રહેતાં કડીયા યુવાન સુમિત ઉમેશભાઇ વાઢેર (ઉ.૨૪) સાથે લગ્નના નામે નાગપુરની અનુ હરેશભાઇ મકવાણા, રાની ઉર્ફ પાયલ સહિતની ટોળકીએ છેતરપીંડી કરી હતી. અનુએ લગ્ન નક્કી કરાવવાના ૧ા લાખ લીધા બાદ રાની ઉર્ફ પાયલ સાથે લગ્ન કરાવ્યા હતાં. પરંતુ રાની લગ્નની બીજી રાતે જ સુમિતને સુતો મુકી ઘરમાંથી ૯૦ હજારની રોકડ, સોના ચાંદીના દાગીના, મોબાઇલ ફોન મળી ત્રણેક લાખની મત્તા લઇ ભાગી ગઇ હતી. આ અંગે પોલીસે અરજી લીધી હતી. દરમિયાન ગઇકાલે રાજકોટ કોર્ટ પાસેથી અનુ હરેશ મકવાણા સહિતને તે ફરીથી 'શિકાર'ની શોધમાં આવતાં છટકુ ગોઠવી પકડી લેવાયા હતાં.

આ મામલે પોલીસે સુમિતની ફરિયાદ પરથી રમેશ બાબુરાવ ટાકલીકર, અનુ હરેશ મકવાણા, ઉમેશ ઉર્ફ પપ્પુ ચુરે, સચિન મહેશ, પૂજા ઉર્ફ નેહા બહાદુરે, રાની ઉર્ફ પાયલ (રહે. બધા નાગપુર) સામે ગુનો નોંધ્યો છે. પીઆઇ વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ આર. એન. હાથલીયા વધુ તપાસ કરે છે.

(11:57 am IST)