Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કાલે સત્યપ્રકાશ ધ્યાન મંદિરેધ્યાન, ભકિત, ભોજનનો સંગમ

ગુરૂ ગોવિંદસિંહજીના જન્મોત્સવ નિમિતે

રાજકોટ, તા. ૧૨ :. ખાલસા પંથના સ્થાપક અને ગુરૂ ગ્રંથ સાહેબને ગુરૂ માનવાની પ્રેરણા આપનાર ગુરૂ ગોવિંદસિંહજીનો તા. ૧૩-૧-૧૯ને રવિવારના રોજ ૩૫૨મો જન્મોત્સવ છે. જે નિમિતે રાજકોટમાં આવેલ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ડી-માર્ટની બાજુની સ્ટ્રીટ, ૪-વૈદવાડી પર રવિવારે બપોરના ૩ થી રાત્રીના ૮.૩૦ દરમિયાન ધ્યાન, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમનો કાર્યક્રમ તથા ગુરૂ ગોવિંદસિંહજીના ૩૫૨મા જન્મ દિવસે જમ્બો કેક કાપીને ભજન-કિર્તન કરીને ઉજવવામાં આવશે. કાર્યક્રમ બાદ રાત્રે મહાપ્રસાદ (હરિહર)નું પણ આયોજન કરવામાં આવ્યુ છે. ઉપરોકત કાર્યક્રમનું આયોજન તથા સંચાલન સ્વામિ સત્ય પ્રકાશે કરેલ છે.

ગુરૂ ગોવિંદસિંહજીની ટૂંકી જીવન ઝરમર

શહીદ સંત વૈદિક ધર્મપ્રેમ અને પંચપ્યારેનું બિરૂદ મેળવનાર અને નાની ઉંમરે ધર્મ ખાતર શહિદી વહોરનાર તેગબહાદુરના મરદ સંતાન શ્રી ગુરૂગોવિંદસિંહનો જન્મ પટણામાં ૧૬૬૬ માં થયો હતો. તેમની માતાનું નામ ગુર્જરી દેવી અને પિતાનું નામ તેગબહાદુર હતું. તેમણે આનંદપુરમાં શિક્ષણ મેળવી અને તેજસ્વી અને સશકત વિદ્યાર્થી તથા શૌર્યવૃતિથી ગોવીંદસિંહને ગુરૂનું ઉપનામ લાગ્યું. તેમણે સંસ્કૃત, હિન્દી, પંજાબી, ફારસી તથાઉર્દૂ ભાષાનો અભ્યાસ કર્યો તે ઉપરાંત ઘોડેશ્વારી, તલવારબાજી, પટ્ટાબાજી, નિશાનબાજી, ધર્નુવિદ્યા અને મલ્લકુસ્તીમાં પણ તેઓ પારંગત હતાં.

એક વખત જંગલમાં જતા વાઘે તેમના ઉપર અચાનક હૂમલો કર્યો ત્યારે તેમણે માત્ર ઢાલ અને તલવારથી પોતાનો બચાવ કર્યો અને વાઘ પણ ન ભાગ્યો. અંતે પોતાની જાતના રક્ષણ માટે વાઘને મારી નાખવા ફરજ પડી. નાનપણમાં તે હંમેશા કહેતા મારે કૃષ્ણની માફક અસુરોનો સંહાર કરવો છે. એ રીતે શહીદ સંત ગુરૂ ગોવિંદસિંહએ ભગવાન શ્રી કૃષ્ણના ફોલોઅર્સ હતા અને સર્વધર્મ પ્રત્યે સમભાવ તથા સર્વ ધર્મ સ્વીકારની લાગણી ધરાવતા હતાં.

શિબિર અંગે વધારે વિગતો માટે સત્ય પ્રકાશજી મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬ નંબર પર સંપર્ક થઈ શકે છે.

(4:11 pm IST)
  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST