Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કરણપરામાં આવેલ મકાન માંહેના રૂમનો કબજો સોંપી આપવાનો દાવો નામંજુર

રાજકોટ તા.૧૨: કરણપરા શેરીનં. ૩૨માં માતા-પિતાની માલીકીનાં આવેલ મકાન માંથી મોટાપુત્રનાં કબજા વાળો રૂમ ખાલી કરવા અને કબજો સોપી આપવા અંગેનો દાવો ૨૧ વર્ષ બાદ રદ્દ કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટનાં ગુજરનાર મનુભાઇ ગોવિંદભાઇ લીંબડ અને તેઓનાં પત્ની સવીતાબેન એ તેઓનાં મોટાપુત્ર જયવંતભાઇ સામે, રાજકોટમાં કરણપરા શેરીનં. ૩૨માં આવેલ મકાન માંહેનો એક રુમ જે તેઓ વાપરે છે એ રૂમ વાદીઓએ પોતાની રજા મંદીથી વાપરવા આપેલ છે આથી તેનો ખાલી કબજો મેળવવા માટે સદરહું રૂમમાં પ્રતિવાદી એટલે કે પોતાના મોટાપુત્રના અન્ય કોઇપણ પ્રકારનાં હક્ક અને હિત નથી એ પ્રમાણેું વિજ્ઞાપન જાહેર કરી આપવા અંગેનો દાવો સને ૧૯૯૭ની સાલમાં દાખલ કરેલ. ચાલુ કેસ દરમ્યાન મૂળ બન્ને વાદીઓ અવસાન પામતા તેઓનાં વારસો તરીકે તેઓનાંં બંન્ને નાના પુત્રો રોહીતભાઇ મનુભાઇ લીંબડ અને સતીષભાઇ મનુભાઇ લીંબડ કેસમાં વારસો તરીકે જોડાયા હતાં.

ત્યારબાદ આ કેસમાં વાદી તરીકે રોહીતભાઇ મનુભાઇ લીંબડની સરતપાસની જુબાની અને તેઓની ઉલટ તપાસ પણ લેવાય ગયા બાદ પોતાના સાક્ષી ને તપાસવા માટે ઘણા સમયથી દાવો ચાલુ હતો, પરંતુ વાદી પોતે પોતાના સાક્ષીને કોર્ટ સમક્ષ રજુ કરી શકેલ નહી. આ ઉપરાંત કોર્ટ એ જજમેન્ટ માં એમ પણ ઠરાવેલ કે, પ્રતિવાદી પોતાના જવાબમાં અને બચાવમાં એમ જણાવેલ છે કે, સદરહું રૂમ વાળુ જે મકાન આવેલ છે એમા પોતાની જાત કમાણીમાંથી પોતાની રકમ પણ વાપરેલ, જો કે આ હકીકત પ્રતિવાદી એ પુરવાર કરવા કોઇ પુરાવો રજુ કરેલ નથી, પરંતુ વાદીઓએ પણ સદરહું દાવાવાળું મકાન પોતાની સ્વકમાણીમાંથી ખરીદ કરેલ હોવાનું દસ્તાવેજો  કે મોૈખીક પુરાવાથી પુરવાર કરેલ નથી. તેમજ વાદીએ પોતાની માલીકીનું મકાન આવેલ છે એ દર્શાવવા માટે દસ્તાવેજની નકલ રજુ કરેલ, પરંતુ એ દસ્તાવેજ પુરવાર કરી શકેલ નથી. આ ઉપરાંત વાદીઓએ વાદગ્રસ્ત જગ્યા વાળા  રૂમનું કોઇ પંચનામુ પણ કરાવેલ નથી કે કોઇ ફોટોગ્રાફ પણ રજુ કરેલ નથી તીમજ વાદીઓએ એક તકરાર એવી પણ લીધેલ કે, વાદીના હલન ચલન કરવા માટો પ્રતિવાદી એ ઝઘડા કરેલ અને ધમકી આપેલ પરંતુ એ હકીકત પણ વાદી પુરવાર કરી શકેલ નથી. આથી વાદીનો દાવો એડીશ્નલ સીનીયર જજ હેતલ એસ. પટેલએ નામંજુર કરવાનો હુકમ કરેલ.

આ કેસમાં જયવંતભાઇ મનુભાઇ લીંબડ વતી એડવોકેટ તરીકે શ્રી અશ્વિન જે. પોપટ અને કલ્પેશ એન. વાઘેલા રોકાયેલા છે.(૧.૧૭)

(4:08 pm IST)