Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

લાઇફકેર હોસ્પીટલના ડો.શ્યામ રાજાણી સહિત ત્રણ આરોપીઓના જામીન મંજુર

અપહરણ- મારકુટ ધમકીના ગુનામાં પકડાયેલ

રાજકોટ તા ૧૨ : રાજકોટના ચકચારી મયુર મોરીના અપહરણ બાબતે પ્રાંસલી ગામના સરપંચની ફરીયાદ પરથી  ડો. શ્યામ રાજાણી સહીત ત્રણ વ્યકિત પર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ હતો, જે ગુન્હામાં ડોકટર સહિત ત્રણ આરોપીના કોર્ટે જામીન મંજુર કરેલ છે.

બનાવની ટુંકમાં વીગત એવી છે કે, આ કામના ફરીયાદી નરશીભાઇ ગોવિંદભાઇ જાદવ (સરપંચ) રહે. મું. પ્રાંસલી, તા.જી. ગીરસોમનાથ વાળાએ આ કામના આરોપી ડો. શ્યામ રાજાણી (લાઇફકેર હોસ્પીટલ) રહે. રાજકોટ, આરોપી રાહુલ હરીભાઇ પઢીયાર મું. પ્રાંસલી, તા.જી. ગીરસોમનાથ, આરોપી રાજુભાઇ છગનભાઇ મકવાણા, રહે. રાજકોટવાળા વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. ૬/૧/૧૯ ના રોજ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૪૨,૩૨૩,૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ જેવી ગંભીર કલમો અન્વયે ફરીયાદ નોંધાયેલ હતી.

આ કામનાઆરોપીઓએ મયુર મોરી રહે. પ્રાંસલી, જી. ગીરસોમનાથ વાળાનું અપહરણ કરી, કારમાં ગોંધી રાખી, લોખંડની સાંકળ વતી માર મારી, ગાળા ગાળી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યા અંગેની ફરીયાદ નોંધાયેલ હતી, અને જે ફરીયાદ અન્વયે જવાબદાર પોલીસ અધિકારીશ્રી દ્વારા ત્રણેય આરોપીઓની અટક કરી રાજકોટના ચીફ અદાલત સમક્ષ રજુ કરેલ  હતા. આરોપીઓ  તરફથી વકીલ શ્રી અલ્પેશ પોકીયા મારફત રેગ્યુલર જામીન મેળવવા રાજકોટ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી, જેમાં આરોપીના ગંભીર ગુન્હા બાબતે આરોપીને નહીં છોડવા અંગે સરકારી વકીલશ્રી દ્વારા  અદાલત સમક્ષ રજુઆતો કરવામા ંઆવેલ હતી.

ત્યારબાદ સદર જામીન અરજીમાં આરોપીના એડવોકેટ અલ્પેશ પોકીયા દ્વારા દલીલો કરવામાં આવેલ હતી, તેમજ વિવિધ અદાલતોના ચુકાદાઓ ટાંકેલ હતા, તેમજ સરકાર પક્ષ ે હાલની જમીન અરજી નામંજુર કરવા સબંધ  ે દલીલો કરેલ હતી. આમ આરોપી પક્ષના એડવોકેટ ની દલીલો ધ્યાને લઇ આરોપીને સદર ગુન્હાના કામે પ્રત્યેક રૂ. ૨૫ હજાર ના જાત જામીન આપવાની શરતે જામીન મુકત કરવાનો હુકમ રાજકોટ ચીફ કોર્ટે ફરમાવેલ હતો

આ કેસમાં આરોપીઓ વતી પી.એન્ડ આર.લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના એચ. રાજયગુરૂ, ભાર્ગવ જે.પંડયા, કેતન જે. સાવલીયા, અમીત વી. ગડારા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા, મોહીત રવીયા વીગેરે રોકાયેલ હતા. (૩.૮)

(4:07 pm IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST