Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

નફરતના પેચ કાપજો...: મકર સંક્રાતિ પર્વે શુભેચ્છા પાઠવતા મિરાણી, માંકડ, કોઠારી, રાઠોડ

રાજકોટ તા.૧૨: રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ,એ શહેરીજનોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, ઉતરાયણને આપણો સામાજિક તહેવાર છે. કેમ કે સમાજના નાના-મોટા, અબાલ-વૃદ્ધ, સ્ત્રી અને પુરૂષ, શ્રીમંત અને ગરીબ, દરેક સમાજના લોકો માટે આ તહેવારનું પોતપોતાની રીતે આગવું મહત્વ છે.

લોકો ધાબે કે અગાસી પર ડીજેના તાલે પતંગ ચગાવીને ડાન્સ પાર્ટી, ચીકી પાર્ટી, ઉંધીયા-જલેબી, શેરડી, જીંજરાની પાર્ટી પણ ધાબે જ કરે છે. પરિવારજનો, સગાસંબંધીઓ,મિત્રો સાથે મળીને ઉતરાયણના પર્વને માણે છે. ત્યારે નફરત દૂર કરી સૌએ એકતાના દર્શન કરાવવા અનુરોધ કરેલ છે.

પતંગોના પાક્કા દોરાઓ પંખીઓની પાંખ વીંજે છે. નિર્દોષ પશુપક્ષી ઘાયલ થાય  છે. જેથી જીવહાની ન થાય તેની તકેદારી રાખવા તેમજ તેનો ખ્યાલ રાખવા પણ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ ટકોર કરી છે.(૧.૧૮)

 

(4:05 pm IST)