Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

જીજીઆરસી યોજનામાં અનેક મુશ્કેલીઓ : મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન : આચારસંહિતા અંગે ધ્યાન દોરાયું

મટીરીયલ વીમો -૧ર ટકા જીએસટી -ફુવારા પધ્ધતિ સહિતના મુદ્દાઓ પણ જણાવાયા...

માઇક્રો ઇરીગેશન ડીલર એસો. દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવાયું છે. (૯.૮)

રાજકોટ, તા.,૧રઃ  માઇક્રો ઇરીગેશન ડીલર એસો.એ કલેકટરને આવેદન પાઠવી, મુખ્યમંત્રીને સંબોધી જીજીઆરસી યોજનામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ કરવા બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ -ર૦૦પ થી ગુજરાતના  ખેડૂતોને ટપક અને ફુવારા પિયત પદ્ધતિની સહશાય અને ટેકનોલોજી મળે તે હેતુથી પારદર્શક વહીવટ સાથે જીજીઆરસી યોજના ચાલુ કરી હતી. આ યોજના થકી જ ગુજરાતના ખેડૂતો સુધી ટપકની ટેકનોલોજી પહોંચી અને અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ખેડૂતો આ સિસ્ટમ વસાવીને પાણીની બચત કર, ઉત્પાદન વધારીને પોતાની ખેતીની ટકાવી શકયા છે. અને અન્ય રાજયો પણ જીજીઆરસીનું અનુકરણ કરતા થયા છે.

હાલમાં જીજીઆરસી યોજના બહુ સર રીતે ચાલી રહી છે અને સરકાર પણ ખેડૂતો માટે પ્રસંસનીય કામગીરી કરી રહી છે ત્યારે હજુ પણ ખેડૂતો સરળતાથી આ સિસ્ટમ વસાવી શકે તે માટે આ યોજનામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે એનુ આપના દ્વારા તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી છે.

આ મુશ્કેલીઓનાં ૧૦૦ ટકા નળીઓ પાથરીને ટેંકરો દ્વારા કુવામાં પાણી નાંખી ટ્રાયલ રન કરાવાય છે તેને સંકેેલેલ નળીઓ ખેતરના શેઢે રાખીને ફીજીકલ વેરીફેીકેશન કરાય તો પ્રશ્ન હલ થઇ શકશે.

આ ઉપરાંત જીજીઆરસીમાં એક એવો નિયમ હતો કે ટપક કે ફુવારા વસાવેલ ખેડુતોને ૭ વર્ષ થયા પછી ફરી સહાય મેળવવા માટે પાત્રતા ધરાવતા અને અન્ય ખેડુત જેટલી સહાય મળવા પાત્ર થતી. પરંતુ ગુજરાત સરકારના ઠરાવ થી એવો નિયમ આવ્યો કે ૭ વર્ષ પછી ફરી જે ખેડુતો ટપક વસાવવા માંગતા હોઇ તો તેની સહાય ૭૦ ટકાથી ઘટાડી નાના ખેડુતો માટે પપ ટકા અને મોટા ખેડુતો માટે ૪પ ટકા કરવામાં આવી. અન્ય રાજયોમાં પણ ૭ વર્ષ પછી ડ્રીપ વસાવવા માંગતા ખેડુતોને અન્ય ખેડુત જેટલી જ સહાય આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ એ સહાય ૭૦ ટકા રાખવામાં આવે તે અંગે યોગ્ય કરવા વિનંતી છે. આ ઉપરાંત સ્પીન્સર વસાવેલ. ખેડુતો ડ્રીપ સીરીયન વસાવી શકતા ન હોય તે ચાલુ કરવા. ટપક અને ફુવારા પિયત પધ્ધતીના ઉપકરણ પર ૧૨ ટકા જીએસટી છે તેને પ ટકા કરવામાં આવે અથવા જીએસટીની રકમ ઉપર સબસીડી આપવામાં આવે તો ખેડુતો પર મોટો બોજો ના પડે અને ખેડુતો પર સરકારની નકારાત્મક અસર ના થાય. આ સીસ્ટમ વસાવતા ખેડુતોના મટીરીયલનો વીમો જીજીઆરસી દ્વારા ઉતારવામાં આવે છે. જેમાં વીમાનું કવરેજ ટ્રાયલ રનના પછીના મહીનાથી ચાલુ થાય છે. જેને અંદાજીત બે મહીના જેવો સમય ગાળો લાગે છે. આ ગાળા દરમ્યાન મટીરીયલ ચોરાઇ જાય, સળગી જાય કે વરસાદને લીધે તણાઇ જાય તેવા કેશમાં ટ્રાયલ રન થતો નથી અને ખેડુતને સહાય મળતી નથી તો વીમો મટીરીયલ સપ્લાયની તારીખથી ચાલુ થાય તે અંગે ઘટતું કરવા માંગણી કરાઇ હતી  તથા આગામી લોકસભા ચુંટણી દરમિયાન જીજીઆરસી યોજનાને આચારસંહિતા લાગુ ન પાડવા માંગણી કરાઇ હતી. (૪.૮)

 

(4:05 pm IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST