Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

રેડ્ડી સ્ટેડી ગોઃ કાલે 'રોલેકસ સાયકલોફનઃ ૧૩૦૦ સાયકલવીરો ભાગ લેશે

સાયકલ ચલાવશે રાજકોટ, સ્વચ્છ-તંદુરસ્ત થશે રાજકોટઃ સીરિયા, બાંગ્લાદેશ સહિતના વિદેશી ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતના સાયકલપ્રેમીઓનું રજિસ્ટ્રેશનઃ ૧૬ થી ૭૮ વર્ષ સુધીના પુરુષ-મહિલાએ ભાગ લેશેઃ સવારે ૫*૩૦ વાગ્યે બાલભવનથી ફ્લેગઓફ થશે : ૈયારીઓને અપાતો આખરી ઓપઃ વહેલી સવારે ગુલાબી ઠંડી વચ્ચે રાજકોટના માર્ગ પર સાયકલો દોડશે સડસડાટ

રાજકોટઃ તા.૧૨, રોટરી મીડટાઉન લાઈબ્રેરી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તથા રાજકોટ સાયકલ કલબ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી કાલે 'રોલેકસ સાયકલોફન-૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ રેલીમાં ભાગ લેવા માટે રાજકોટ જ નહી બલ્કે સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત સીરિયા, બાંગ્લાદેશ સહિતના દેશોના સાયકલપ્રેમીઓ મળી ૧૩૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કાલે સવારે ૫*૩૦ વાગ્યે બાલભવન ખાતેથી સાયકલ રેલીને ફ્લેગ ઓફ આપવામાં આવશે. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ ઉપિસ્થત રહેનાર છે. ૧૩૦૦ જેટલા સાયકલપ્રેમીઓ રાજકોટને આ રેલી થકી સ્વચ્છતા અને તંદુરસ્તીનો એક ઉમદા મેસેજ પણ આપશે. રેલીમાં ૧૬દ્મક ૭૮ વર્ષના મહિલા-પુરુષ સાયકલપ્રેમીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આમ કાલે વહેલી સવારે ગુલાબી ઠંડીની વચ્ચે રાજકોટના માર્ગો પર સાયકલો સડસડાટ દોડશે. રજિસ્ટ્રેશન કરાવનાર સાયકલપ્રેમીઓને કિટ પણ આપી દેવામાં આવી છે. આ રેલીમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ,  ધ્રોલ,  ગોંડલ, જામનગર, ખરેડી, માંડવી,  મોરબી, વેરાવળ સહિતના શહેરો અને ગામોમાંથી સાયકલપ્રેમીઓ ભાગ લેશે.

આ ઈવેન્ટ પાછળનો મુખ્ય હેતુ દરેક વયજૂથના વ્યિકતઓમાં સાયકલનો ઉપયોગ વધે કે જેથી કરીને રંગીલું રાજકોટ વધુ રળિયામણું, પ્રદૂષણમુકત અને સ્વચ્છ શહેર બને અને સાથોસાથ રાજકોટવાસીઓનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે એતરફ આગળ વધવાનો એક પ્રયાસ છે અને રાજકોટવાસીઓના સાથ સહકાર આ આયોજન સફળ રહેવાનો વિશ્વાસ વ્યકત કરવામાં આવી રહ્યો છે.

આયોજકોના જણાવ્યા અનુસાર આ કોઈ રેસ નથી કે જેમાં પ્રથમ, દ્વિતીય કે તૃતિય આવનારને જ ઈનામ એનાયત કરવામાં આવશે. 'રોલેકસ સાયકલોફન' એ એક ટાઈમ ટ્રાયલ ઈવેન્ટ છે જેમાં ઈનામો માત્ર લક્કી ડ્રો દ્વારા જ જાહેર કરવામાં આવશે.

આ રાઈડમાં ભાગ લેનારા લોકો માટે સમયમર્યાદા પણ નિર્ધારિત કરવામાં આવી છે જે મુજબ ૭૫ કિ.મી.રાઈડમાં ભાગ લેનાર રાઈડરોનો ફ્લેગ ઓફ સમય સવારે ૫*૩૦ કલાકથી ૪ કલાકમાં પૂર્ણ કરવાની રહેશે. આવી જ રીતે ૫૦ કિ.મી. રાઈડમાં ભાગ લેનાર રાઈડરોનો ફ્લેગ ઓફ સમય સવારે ૬*૧૫ કલાકે શરૂ થશે જે ત્રણ કલાકમાં પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત ૨૫ કિ.મી. રાઈડમાં ભાગ લેનાર રાઈડરોનો ફ્લેગ ઓફ સમય સવારે ૭ વાગ્યાથી શરૂ થશે જેને ૧*૩૦ કલાકમાં પૂર્ણ કરવાની રહેશે.

દરેક રાઈડરે પોતાની રાઈડના ફલેગ ઓફ સમયથી ૩૦ મિનિટ પહેલાં હાજર થવાનું રહેશે અને કિટમાં આપેલ રાઈડર કાર્ડ રાઈડ પૂરી થાય ત્યાં સુધી સાથે રાખવું ફરજિયાત છે. જે રાઈડર પાસે રાઈડર કાર્ડ નહી હોય તે મેડલ કે લક્કી ડ્રોમાં ભાગ લઈ શકશે નહી. તમામ કેટેગરીની રાઈડનું ફ્લેગ ઓફ બાલભવન-રેસકોર્સ ખાતેથી કરવામાં આવશે. ૭૫ કિ.મી અને ૫૦ કિ.મી. રાઈડ માટેના રાઈડરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ફ્રન્ટ અને બેક લાઈટ અગ્રહણિય છે. જો કે ૫૦, ૭૫ કિ.મી. રાઈડરોને કિટ સાથે સપોર્ટ માટે નાની ટોર્ચ આપવામાં આવશે. બધા જ રાઈડરોએ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે અને તે દરેક રાઈડરે સાથે લાવવાનું રહેશે.

તમામ રાઈડરોએ કિટમાં સાથે આપેલ નકશામાં રૂટ પર જ રાઈડ કરવી ફરજિયાત છે. બીજા કોઈ પણ રૂટ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરી હશે તો તે ગેરલાયક ગણાશે. આ સાથે દરેક રાઈડરે નકશામાં દશાર્વેલ નિયત કરેલા ચેક પોઈન્ટસ પર સ્ટેમ્પીગ કરાવવું ફરજિયાત છે. પ્રારંભીક અને અંતિમ મળીને કુલ ૨૫ કિ.મી. રાઈડરોએ બે સ્ટેમ્પીગ, ૫૦ અને ૭૫ કિ.મી. રાઈડરોએ ત્રણ સ્ટેમ્પીગ દરેક રાઈડર કાર્ડમાં હોવા ફરજિયાત છે. એક પણ સ્ટિેમ્પંગ ચુકાશે તો તે રાઈડર ગેરલાયક ગણાશે. લક્કી ડ્રો અને મેડલ માટે દરેક રાઈડરે નિર્ધારિત કરેલ સમય અને નિર્ધારિત કરેલા રૂટ પર રાઈડ પૂર્ણ કરવાની રહેશે અને અંતિમ સ્ટેમ્પીગ પછી રાઈડર કાર્ડ આયોજકોને લક્કી ડ્રો માટે સોંપવાનું રહેશે. કોઈ રાઈડરનું કાર્ડ ખોવાઈ ગયું હશે અથવા તેના પર એક સ્ટેમ્પીગ બાકી હશે તો તેને લક્કી ડ્રોમાં ભાગ લેવા દેવામાં આવશે નહી. દરેક રાઈડરે આખી રાઈડ સ્વબળે જ પૂરી કરવાની રહેશે. બીજા કોઈ પણ પ્રકારના વાહનનો ઉપયોગ કરી શકશે નહી. રાઈડ દરમિયાન રાઈડરે ટ્રાફિકના દરેક નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. કોઈ પણ પ્રકારની દૂર્ઘટના કે અકસ્માત માટે આયોજકો જવાબદાર નથી. રાઈડર કાર્ડમાં રાઈડ શરૂ કર્યા પહેલાં ફ્લેગ ઓફ પોઈન્ટ પર સ્ટિેમ્પંગ કરાવવું ફરજિયાત રહેશે. કોઈ પણ સંજોગોમાં આયોજકોનો નિર્ણય અંતિમ રહેશે અને તમામ રાઈડરો તેના માટે બંધનકર્તા રહેશે. 'રોલેકસ-૨૦૧૯'માં ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફી કલબ-રાજકોટ જહેમત ઉઠાવી રહ્યું છે.  (૪૦.૮)

(3:57 pm IST)
  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST