Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ગોંડલ રોડ સાધના હોટેલ પાસે ફાયનાન્સ કંપનીના રિકવરી એજન્ટ પર છરીથી હુમલો

પુનિતનગરનો રવિ તેના ભાઇ, મિત્રો સાથે રાત્રે એક વાગ્યે નાસ્તો કરવા ગયો ત્યારે બનાવ અજાણ્યા શખ્સોએ કેમ મશ્કરી કરો છો? કહી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૨: બજરંગવાડી પુનિતનગર-૨ શેરી નં. ૬માં રહેતાં અને  માસ ફાયનાન્સમાં બે વર્ષથી રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતાં આકાશ અરૂણભાઇ સોઢા (ઉ.૨૪) નામના વાલ્મિકી યુવાન પર રાત્રે એકાદ વાગ્યે તે સૂર્યકાંત હોટેલ પાસેની સાધના હોટેલમાં નાસ્તો કરવા ગયો ત્યારે અજાણ્યા શખ્સોએ 'મશ્કરી કેમ કરો છો?' કહી ઝઘડો કરી બાદમાં બહાર નીકળી છરીથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે દાખલ થયો હતો.

આકાશ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનના એએસઆઇ આર. આર. સોલંકીએ તેની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આકાશના કહેવા મુજબ તે તથા તેનો ભાઇ તરૂણ અને મિત્રો નિરવ પરમાર તથા મહિપત સોલંકી રાત્રે એક વાગ્યે સાધના હોટેલમાં નાસ્તો કરવા ગયા હતાં. તેઓ અંદરો-અંદર ઠઠ્ઠા મશ્કરી કરતા હોઇ સામેના ટેબલે બેઠેલા ચાર અજાણ્યા શખ્સોએ 'કેમ અમારી મશ્કરી કરો છો?' તેમ કહેતાં પોતે તેની મશ્કરી નથી કરતાં તેમ જણાવતાં ચારેયએ ઝઘડો કર્યો હતો. એ પછી પોતે તથા ભાઇ અને મિત્રો હોટેલ બહાર નીકળ્યા ત્યારે અજાણ્યા શખ્સે છરી કાઢી જાડીયા શખ્સને આપી હતી. તેણે છરીથી હુમલો કરતાં પોતાને ઇજા થઇ હતી. બીજા લોકો ભેગા થઇ જતાં અજાણ્યા શખ્સો ભાગી ગયા હતાં. ત્યાં પોલીસની ગાડી પણ આી ગઇ હતી. ચારેય શખ્સો બાઇકમાં બેસી ભાગી ગયા હતાં. પોલીસે આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(3:56 pm IST)
  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST