Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

પતંગથી ઘવાતા પક્ષીઓની સારવાર માટે એનિમલ હેલ્પલાઇન દ્વારા બે દિ' કંટ્રોલરૂમ

રાજકોટ, તા.૧૨: મકરસંક્રાતિનાં પાવન પર્વ નિમિતે લાખો પતંગો આકાશમાં ઉડતી હોય છે. લોકો અજાણતાં જ ચાઇનીઝ દોરા/કાચનાં પાકા માંજા, પાયેલાં દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પક્ષીઓનાં જીવનનો અંત લાવવામાં નીમીત બને છે. વીજળીના તાર પર, ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર, છત પર, ટી.વી. એન્ટેના ટાવર વિ. પર અનેક જગ્યાએ લટકતાં દોરા તેમજ કપાયેલા ફાટેલાં પતંગો જોવા મળે છે જે અબોલ વિહરતાં પક્ષીઓ માટે ફાંસીનાં ગાળીયા સમુ કાર્ય કરે છે. અનેક નિર્દોષ પક્ષીઓની પાંખ, ડોક દોરાથી કપાઇ જાય છે. પક્ષીઓ ઘાયલ થાય છે અને તરફડી-તરફડીને મરી જાય છે.

મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૪ તથા ૧૫ જાન્યુઆરી મકરસંક્રાંતીના રોજ રાજકોટના (૧)ત્રિકોણબાગ, (મો. ૯૮૯૮૦૧૯૦૫૯/ ૯૮૯૮૪૯૯૯૫૪), (૨)પેડક રોડ (મો. ૯૯૯૮૬૩૯૩૮૨)(૩)આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ (મો. ૯૫૭૪૪૦૦૦૨૮),(૪)કિશાનપરા ચોક (મો. ૯૫૭૪૪૦૦૦૨૮), (૫)માધાપર ચોકડી પાસે (મો. ૯૫૭૪૪૦૦૦૬૪)તથા(૬)સંસ્થાની કાયમી, નિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ (જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાટી પ્લોટ પાછળ, હોટલ કિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી, મો. ૯૮૯૮૦૧૯૦૫૯/ ૯૮૯૮૪૯૯૯૫૪) ખાતે એમ કુલ ૬ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯થી રાત્રીના ૯ સુધી શરૂ કરાશે. જમાં ડો. અરવિંદ ગડારા, તેમજ આણંદના વેટરનરી ડોકટર્સ ડો. ધારા ઢુસા, ડો. મણવર, ડો. રાજીવ રંજન સીન્હા, ડો. જૈમિન ગોસાઇ, ડો. ચેતન પટેલ, ડો. નિરવ પટેલ, ડો. જય ડાભી, ડો. જયદીપ કટારા, ડો. આફતાબ હુસેન શેઠ સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. આ કેમ્પનો આર્થિક સહકાર પંચવટી શ્વેતાંમ્બર મૂર્તિપૂજન જૈન તપોગચ્છ સંઘનો મળ્યો છે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર, એડવોકેટ કમલેશભાઇ શાહ, સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(૨૨.૧૫)

(3:53 pm IST)