Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

શ્યામ રાજાણી બે દિવસના રિમાન્ડ પરઃ સરકારી દવાઓ પૂર્વ પત્નિ ચોરી લાવતી હોવાનું રટણ

લાઇફ કેર હોસ્પિટલમાંથી મળેલી સરકારી દવાઓ સિવિલ હોસ્પિટલમાંથી આવી કે આરોગ્ય કેન્દ્રોમાંથી તેની બેચ નંબરને આધારે તપાસ થશે

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ પરની લાઇફ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના  સંચાલક શ્યામ રાજાણીનો જેલમાંથી બીજા ગુનામાં બી-ડિવીઝન પોલીસે કબ્જો મેળવી વિશેષ પુછતાછ હાથ ધરી છે. હોસ્પિટલમાંથી સરકારી દવાઓનો જથ્થો મળ્યો હોઇ આ દવા બાબતે પ્રાથમિક પુછતાછ થતાં તેણે પોતાની પૂર્વ પત્નિ કરીશ્મા આ દવાઓ આરોગ્ય કેન્દ્રમાંથી લઇ આવી હોવાનું રટણ કર્યુ છે. પોલીસ આ દવાઓ સિવિલ હોસ્પિટલમાંથી આવી કે કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાંથી તેની તપાસ બેચ નંબરને આધારે કરશે. ડીગ્રી વગર પ્રેકટીશ કરવા સબબ અને સરકારી દવાઓ ચોરી કરવા અંગે નોંધાયેલા ગુનામાં શ્યામ રાજાણીનો જેલમાંથી કબ્જો લેવાયો છે. આ ગુનામાં રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં બે દિવસના રિમાન્ડ મળ્યા છે.

શ્યામ રાજાણી અને તેના બે સાથીદારોએ મળી હોસ્પિટલના કર્મચારી મયુર મોરીનું અપહરણ કરી ગોંધી રાખી મારકુટ કરી હતી. એ ગુનામાં શ્યામ, રાહુલ અને રાજુની ધરપકડ થઇ હતી. આ ગુનામાં ત્રણેયના જામીન મંજુર થયા છે. જો કે બીજા ગુનામાં શ્યામની ધરપકડ થઇ હોઇ તેમાં બે દિવસના રિમાન્ડ મળતાં ડીસીપી રવિકુમાર સૈની અને  ટંડેલની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. એફ. ડામોર, પીએસઆઇ વી. કે.  ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા, ધર્મરાજસિંહ ઝાલા, ખોડુભા જાડેજા, જગેન્દ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ ઝાલા, વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. (

(3:53 pm IST)
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST