Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કોસ્મો ચોકડીએ સળીયા ભરેલી બોલેરોમાંથી બીયરનું ટીન મળ્યું

ચાલક નવાગામના મોહરઅલી ઉર્ફ લાલાની ધરપકડ

રાજકોટ તા. ૧૨:તાલુકા પોલીસે કાલાવડ રોડ કોસ્મો ચોકડી પાસે બોલેરો કાર અટકાવી તલાશી લેતાં અદરથી બીયરનું ટીન મળતાં ચાલક મુળ યુપીના હાલ નવાગામ રહેતાં શખ્સની ધરપકડ કરી માલ ભરેલી ગાડી કબ્જે કરી હતી. એએસઆઇ અજીતસિંહ જાડેજા તથા જીઆરડી રિતેશભાઇ પટેલ, એએસઆઇ પ્રફુલભાઇ, વોર્ડન રૂષીભાઇ, કોન્સ. દિવ્યરાજસિંહ, ચંદ્રાજસિંહ, મનિષભાઇ, યશપાલસિંહ, મહેશભાઇ સહિતના કોસ્મો ચોકડીએ વાહન ચેકીંગમાં હતાં ત્યારે જીજે૩બીવી-૭૬૨૧ નંબરની બોલેરો લોંખડના સળીયા ભરીને નીકળતાં તેને અટકાવી ચાલકનું નામ પુછતાં તેણે મોહરઅલી ઉર્ફ લાલો ઇસ્લામભાઇ પઠાણ (ઉ.૨૭-રહે. નવાગામ, મામાવાડી, મુળ યુપી. આર્યનગર ગોંડા) જણાવ્યું હતું. ગાડીની તલાશી લેતાં તેમાંથી બીયરનું ડબલુ મળતાં ગુનો નોંધી સળીયા સાથેની ગાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:52 pm IST)