Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસની જનસંપર્ક પદયાત્રા : ઠેર-ઠેર આવકાર

વોર્ડ નં-૧૩ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરશીભાઈ પટોરીયાની જન સંપર્ક પદયાત્રામાં રાજકોટ શહેર -જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મહેશભાઈ રાજપૂત તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, મનોજભાઈ રાઠોડ, કોંગ્રેસના અગ્રણી દિનેશભાઇ ચોવટીયા, પ્રભાતભાઇ ડાંગર, ઉપનેતા મનસુખભાઇ કાલરીયા તથા કોપોરેટર જયંતિભાઇ બુટાણી, જયાબેન ટાંક, ઙ્ગસંજય અજુડીયા, ઠાકરશી ગજેરા, કનકસિંહ જાડેજા, ઙ્ગપ્રવિણભાઇ તથા મહિલા કોંગ્રેસના પ્રમુખ ઙ્ગમનિષાબા વાળા, યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ .ઓબીસી ના ચેરમેન રાજેશભાઈ આમરણીયા, શિક્ષણ સમિતિના સભ્ય ધીરેનભાઈ મોગરા યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ તથા વિજયસિંહ ચાંદલી ઙ્ગવિગેરે આગેવાનીમાં વોર્ડ નં. ૧૩ના વિસ્તારમાં પદયાત્રા કરવામાં આવી હતી. તેમાં પ્રદેશ હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો, શહેર મહિલા કોંગ્રસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ મહેશ રાજપૂતની યાદીમાં જણાવાયું છે.(૨૧.૨૬)

(3:52 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST