Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કિડઝ કાર્નિવલ વિકેન્ડ વિન્ડો

 વિકેન્ડ  વિન્ડો દ્વારા તા.૧૩ સુધી અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે વિકેન્ડ વિન્ડોનું આયોજન કરવામાંઆવ્યું છે. બપોરે ૪ વાગ્યે થી મોડી રાત્રી સુધી ચાલુ રહેશે. દુબઇ, મુંબઇ,અમદાવાદ, પૂને વગેરે જગ્યાએ થી ડિજાઇનર્સએ ભાગ લીધો છે. વિકેન્ડ વિન્ડો ના સ્થાપક હર્ષિત શાહે અને મીરા શાહે જણાવ્યું કે '' આ ઇવેન્ટમાં ૧૭૦ થી વધુ રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર્સ, પ૦ થી વધુ બાળકો માટે નાવર્કશોપ અને રમત ગમત ના સાધનો, બાળકો માટે ૨૦ થી વધુ રાઇડ્સ,૩૫ થી વધુ  આર્ટિસ્ટ ના લાઇવ પરફોર્મન્સ, લાઇવ ડાન્સ, વિવિધ વાનગીઓ, લાઇવ ડીજે, ફલેશમોબ, ઝુમ્બા પરફોર્મન્સ, એનજીઓ સ્ટોલ, આર્ટ અને ક્રાફટ ને લગતા સ્ટોલ્સ અને કોમેડીયન્સ દ્વારા પર્ફોર્મન્સ જેવી અનેક વસ્તુઓ એકજ જગ્યા એ જોવા મળશે. (૩.૯)

(3:52 pm IST)