Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વડીલો ચોગ્ગા- છગ્ગાની રમઝટ બોલાવશે

સીનીયર સીટીઝન ક્રિકેટ એસો. દ્વારા ઓલ ઈન્ડિયા સીનીયર સીટીઝન ટેનિસ ક્રિકેટ ટૂર્ના.: સીનીયર સીટીઝનો માટે ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજનઃ દેશભરમાંથી ટીમો ભાગ લેશેઃ ચેમ્પિયન ટીમને ૨૧ હજાર અને રનર્સઅપ ટીમને ૧૧ હજાર- ટ્રોફી સહિતના ઈનામોઃ રહેવા- જમવાની સુવિધા

રાજકોટ,તા.૧૨: સીનીયર સીટીઝન ક્રિકેટ એસોશીએશન રાજકોટ દ્વારા રાજકોટનાં મેટોડા ખાતે આવેલ જયોતી સીએનસી ઓટોમેશન લીમીટેડનાં ક્રિકેટ ગ્રાઉન્ડ તથા ડ્રાઈવ ઈન સિનેમા કાલાવડ રોડ રાજકોટ ખાતેનાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં આગામી તા.૨૨- ૨૩- ૨૪ ફેબ્રુઆરીનાં રોજ સીનીયર સીટીઝન માટે લીગ કમ નોક આઉટ પદ્ધતિથી ઓલ ઈન્ડિયા સીનીયર સીટીઝન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રકારની સીનીયર સીટીઝન માટેની ઓલ ઈન્ડિયા સીનીયર સીટીઝન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સૌ પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (૧) જયોતી સીએનસી ઓટોમેશન લી., મેટોડા, (૨) પર્વ મેટલ ઈન્ડસ્ટ્રીઝ, મેટોડા, (૩) બાન લેબ્સ, રાજકોટ, (૪) કનરીયા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ, (૫) શ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરૂ, પૂર્વ ધારાસભ્ય, રાજકોટ, (૬) એન્ડ્રોઈડ- રામેશ્વર પેકેજીંગ, મેટોડા,  (૭) એન.કે.જાડેજા હોટલ ગ્રુપ, મેટોડા, (૮)નાના મવા યુવા રાજપુત ગ્રુપનો સહયોગ મળેલ છે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂ.૨૧ હજાર, ઉપવિજેતા ટીમને રૂ.૧૧હજાર મેન ઓફ ધ સીરીઝને રૂા૨૫૦૦ તથા બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ બેટસમેન, બેસ્ટ વિકેટકીપરને પણ આકર્ષક રોકડ પુરસ્કાર તથા ટ્રોફીઓથી સન્માનીત કરવામાં આવશે. દરેક ટીમનાં ખેલાડીઓને ટ્રેક, ટી- શર્ટ અને કેપ પણ આપવામાં આવશે. ભાગ લેનાર દરેક ટીમ માટે રહેવા- જમવની સુવિધા અપાશે.

આ ટુર્નામેન્ટમાં વિવિધ રાજયો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રની નામાંકીત ૧૬ ટીમો ભાગ લેનાર છે.

આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા જુદા જુદા રાજયોની તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમોએ રજીસ્ટ્રેશન તા.૨૦ જાન્યુ. સુધીમાં મો.૯૯૨૪૭ ૦૪૫૬૦ / ૯૯૨૪૮ ૧૧૦૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઓર્ગેનાઈઝેશન કમીટીના સર્વેશ્રી મયુરધ્વજસિંહ ઝાલા (એડવોકેટ) ચેરમેન, ગંભીરસિંહ જાડેજા સેક્રેટરી, કિશોરસિંહ રાઠોડ ઉપપ્રમુખ એન્ડ કેપ્ટન, પ્રહલાદભાઈ દવે ખજાનચી તેમજ ટીમનાં સભ્યો ધીરૂભાઈ ખાતરા, નલીનભાઈ ઠાકર, સુભાષભાઈ દવે, દિલીપભાઈ મકવાણા, મહેશભાઈ જોષી, શાંતીલાલ જાદવાણી, પ્રમોદભાઈ જોષી, પ્રકાશભાઈ સાતા તથા જયોતી સીએનસીનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે. ટેકિનકલ કમિટીના ચેરમેન તરીકે કિશોરસિંહ જેઠવા સેવા પ્રદાન કરશે. આ ટૂર્નામેન્ટમાં જોડાવવા આયોજક કમિટી તથા પ્રમુખશ્રી મયુરધ્વરાજસિંહ ઝાલા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

તસ્વીરમાં સર્વેશ્રી મયુરધ્વસિંહ ઝાલા- પ્રમુખ, ગંભીરસિંહ જાડેજા- સેક્રેટરી, કિશોરસિંહ રાઠોડ- ઉપપ્રમુખ, કિશોરસિંહ જેઠવા- ચેરમેન ટેકનીકલ કમિટી, પ્રહલાદભાઈ દવે- ખજાનચી, પ્રમોદભાઈ જોષી તેમજ સભ્યો દિલીપભાઈ મકવાણા, ધિરજ ખાતરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૩૦.૧૦)

(3:50 pm IST)