Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

દેના બેંકના એમ.ડી.કર્નમ શેખર રાજકોટમાં

બાકીદારો સામે ક્રિમીનલ કેસ દાખલ કરાશે

રાજકોટઃ દેના બેંકના મેનેજિંગ ડાયરેકટર અને સી.ઈ.ઓ. કર્નમ શેખરે રાજકોટ ઝોનની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ઝોનલ ઓફિસના સ્ટાફ તથા રાજકોટ ઝોનના તમામ શાખા મેનેજરો સાથે વાતચીત કરી અને ઓકટોબર- ૨૦૧૮ના મહિનામાં બેંક દ્વારા શરૂ કરવામાં બેંકના મિશન દેના- ૯૯૯૯ની સ્થિતિની સમીક્ષા કરી. જેમાં બેંકના એનપીએ સ્તરને માર્ચ- ૨૦૧૯ પહેલા ૩૩ ટકા સુધી નીચે લાવવાનું લક્ષ્ય છે. તેમણે બાકીદારો સામે ઋણ વસૂલાત માટેના બેંક દ્વારા લેવામાં આવેલા પગલાંની પણ સમીક્ષા કરી. ભારપૂર્વક જણાવ્યું હતું કે બાકીદારો સામે તાત્કાલિક ધોરણે સરફેસિ એકટ, ડી.આર.ટી./ આર.સી., ક્રિમિનલ કેસ દાખલ કરવા, બિલકુલ ડિફોલટર ડિકલેર કરવા જેવા પગલાં ઝડપથી લેવા જોઈએ. ઉપરાંત તેઓએ તમામ સ્ટાફને 'દેના- મિશન ૯૯૯૯' હેઠળ બેંકના ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવાની સલાહ આપી હતી. તેમણે કર્મચારીઓને બેંકના એનપીએ સ્તરમાં ઘટાડાની ખાતરી કરવા તાકીદ કરી જેથી બેંક ઓફ બરોડા અને વિજયા બેંક સાથે સૂચિત જોડાણ સાથે દેના બેંક એક મજબૂત એન્ટિટી તરીકે ઉભરી શકશે તેમ યાદીના અંતમાં જણાવ્યું હતું.

(3:49 pm IST)
  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST